Home ગોધરા બજાર સમિતિ,ગોધરાના ચેરમેન હસ્તે સુખિયાપુરી પ્રાથમિક શાળાનો સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં...

બજાર સમિતિ,ગોધરાના ચેરમેન હસ્તે સુખિયાપુરી પ્રાથમિક શાળાનો સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી.

121
0

ગોધરા : 4 મે


ગોધરા તાલુકાની સુખીયાપુરી પ્રાથમિક શાળાની સ્થાપના સને ૧૯૪૯ માં આજના દિવસે કરવામાં આવી હતી. અને આજે શાળાએ ૭૪ વર્ષમાં પ્રવેશ કરેલ છે

અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ દરેક શાળાઓ પોતાનો જન્મદિવસ ઉજવે તે માટે અનુરોધ કરેલ હતો. અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે શાળાએ પણ પોતાના સ્થાપના દિવસ ઉજવણી કાર્યકમ રાખેલ હતો.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ વી.ચૌહાણ નાં વરદ હસ્તે શાળાના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.

બજાર સમિતિ ગોધરાના ચેરમેનશ્રી દ્વારા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, કર્મચારીઓ સહિત વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને પ્રગતિ માટે શુભકામના પાઠવેલ અને શાળાના વિકાસ માટે સરકારશ્રીમાં વિવિધ યોજનાઓ અંતર્ગત યોજનાકીય સહાય મળે તે માટે પોતે પણ વિભાગમાં ભલામણ કરશે તેમ જણાવેલ.

શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો અને પ્રવચનો રજૂ કરવામાં આવેલ.

આ શુભ પ્રસંગે ગ્રામપંચાયત સરપંચ શ્રી નયનસિંહ ચોહાણ, ડેપ્યુટી સરપંચ શ્રી, શ્રી પ્રવીણભાઈ એડવોકેટ, પે સેનેટર નાં આચાર્યશ્રી, સી.આર.સી. કો ઓરડીનેટર, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના કર્મચારીગણ અને વડીલો, ગ્રામજનો હાજર રહ્યા હતા.

અહેવાલ: કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here