પોરબંદર: 25 જાન્યુઆરી
પોરબંદરની ગુરુકુળ કન્યા છાત્રાલયમાં ગઈકાલે એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા પરાણે સજાતીય સંબંધો બાંધવા અને જો તેની વાત ન માને તો આપઘાત કરી લેવાની અને ચિઠ્ઠીઓ લખી ધમકીઓ આપતી હોવાની ગંભીર બાબતો સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીનીએ જે બાબતે તેના વાલીઓને જાણ કરતા વાલીઓ દ્વારા છાત્રાલય જઈ વાતની રજૂઆત કરતા સંચાલકો દ્વારા તેની કોઈ વાત સાંભળવામાં ન આવી અને આવી કોઈ ઘટના બની જ નથી તેવા રીતે પોતાની છાત્રાલય નો લૂલો બચાવ કર્યો હતો. આ ગંભીર બાબતને લઈને શહેરભરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે અને આ છાત્રાલયમાં સિનિયર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ઘણી અન્ય દીકરીઓને પરાણે સંબંધ બાંધવા પ્રેરિત કરતી હોય અને જો ન માને તો તેની ઉપર ખોટા આક્ષેપો કરી ધમકાવતી હોવાની પણ વાતો સામે આવી છે આ બાબતે પોલીસ દ્વારા પણ તપાસ થાય તેવું જાણવા મળી રહ્યું છે



















