પેટલાદ : 22 માર્ચ
હિન્દુ ધર્મના તહેવાર રામ નવમી આવી રહી છે તેમજ મુસ્લિમ સમુદાયના રમજાન માસ આયા હોય ત્યારે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
હિન્દુ સમાજના તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પેટલાદ ટાઉન પીઆઇ કે ડી બ્રહ્મભટ્ટ તેમજ ડીવાયએસપી પી કે ડીઓરા તેમજ રૂલર પીએસઆઇ હાજર રહ્યા. તેમજ ડીવાયએસપી પીકે ડિઓરા દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બંને કોમના આગેવાનોને વિવિધ માર્ગદર્શન તેમજ લાગતી સૂચનાઓ આપવામાં આવી.