પેટલાદ: 19 જાન્યુઆરી
શ્રી સી. એન.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ,પંડોળી ખાતે શ્રીમતી એસ. આઇ. પટેલ ઇપ્કોવાળા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ના ડૉ. કામેંદુ આર ઠાકર ના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ દ્વારા એક સપ્તાહ માટે પ્રાયોગિક પાઠ નું કાર્ય ચાલુ છે.
તેમાં આજે તા. ૧૮/૧/૨૩ ના રોજ શ્રીમતી એસ આઈ પટેલ ઇપ્કોવાળા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ના આચાર્યા ડો.નયનાબેન શુક્લ ની પ્રેરણા થી જીવદયા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. શાળા ના આચાર્ય શ્રી નીલેશભાઈ પટેલ તરફથી આ અભિયાનને પ્રશંસનીય સહકાર મળ્યો હતો. તાજેતર માં ઉતરાયણપર્વની ઉજવણી પછી રોડ, રસ્તા, શેરીઓમાં, ચોરે, છાપરે, ધાબે, વૃક્ષો પર બિનજરૂરી દોરી તેમજ દોરી ના ગૂંચળા અને પતંગોના કાગળો ગમે તેમ ફેલાયેલ હોય છે જેનાથી ક્યારેક અકસ્માત થઇ જાનહાની થવાનો અને પશુ પક્ષીની પાંખોમાં, પગમાં દોરી ફસાઈ જતાં ઘાયલ થઇ જવાનો સંભવ રહે છે.. આ કારણસર સ્વછતા અને જીવદયા ની ભાવના સાથે પંડોળી ગામમાં શાળા ના વિદ્યાર્થીઓ, બીએડ ના તાલીમાર્થીઓ, શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ કોલેજના અધ્યાપક ડૉ.કામેન્દુ ઠાકર , બીએડ કોલેજ પેટલાદના આચાર્યા ડો નયનાબેન શુક્લ એ શાળાના આચાર્ય શ્રી નીલેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરુ કર્યું હતું. પંડોળી ગામની હાઈસ્કૂલ થી શરૂ કરી ને બસ સ્ટોપ,પંચાયત ઘર, હોળી ચકલા, માધવ શેરી,જવાહર શેરી, પટેલવાડી, તળાવ, આંગણવાડી ફરીને તમામ જગ્યા એ થી નકામાં દોરા ગૂંચળા, એકઠા કરી તેનો નાશ કર્યો હતો. આમ સ્વછતા સાથે જીવદયાનો એક નમ્ર પ્રયાસ સૌ ની ભાગીદારી થી કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ફોટોગ્રાફી નું કામ બારીયા નિખિલ દ્વારા તેમજ વિદ્યાર્થીઓને રૂટ અને શિસ્ત નું માર્ગદર્શન જોષી મનોજભાઈ અને પટેલ કિશનભાઇ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમથી વિદ્યાર્થીઓ માં સ્વછતા અને જીવદયા નો ઉમદા ભાવ પેદા થાય અને સમાજને એક નવી દિશા પ્રાપ્ત થાય તેવી અપેક્ષા સાથે પૂર્ણ કરવામાં આવ્યો.