Home રાજ્ય ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર …. , ગત વર્ષ કરતાં 13.64 ટકા...

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર …. , ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યું… , રાજ્યમાં 311 શાળાઓનું 100 ટકા પરિણામ , છોકરીઓએ છોકરાઓને પાછળ છોડ્યા..

80
0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ વિધાર્થીઓએ જોઇ લીધું છે.

 

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ હતી. ત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતમાં ધોરણ 12ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા હતા. જેની આતુરતાનો અંત આવ્યો અને ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં રાજ્યમાં ધો-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 73.27 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યું. ત્યારે આ વખતે છોકરા કરતાં છોકરીઓએ મેદાન માર્યું છે. ત્યારે રાજ્યમાં 311 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.

 

સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા

સૌથી ઓછા પરિણામનો જિલ્લો દાહોદ 54.67 ટકા

સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85

સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારિયા- 36.28

311 સ્કૂલોનું 100 ટકા પરિણામ

વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા

વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા

વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ

10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44

દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097

20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638

ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here