અંબાજી: 8 ઓગસ્ટ
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા પો.સ્ટેશન વિસ્તાર માંથી ગત રોજ ૪ ઈસમો ને બાતમી ના આધારે પાલનપુર એલ.સી. બી.અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા .જેમાં દાંતા પોલીસ ની કામગીરી બાબતે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.
શ્રી જે.આર. મોરથલીયા પોલીસ મહા નીરિક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ દ્વારા જુગાર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા સૂચન કરેલ હોઈ જે અન્વયે એલ.સી.બી પાલનપુર પોલીસ ઇન્સ. ડી.આર.ગઢવી તથા સબ.પો.ઇન્સ. શ્રી આઇ.જી દેસાઈ નાઓ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલ બાતમી મુજબ
દાંતા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માં ગંજીપાના પૈસા થી તીન પત્તી નો હાર – જીત નો જુગાર રમી રહેલા ઈસમો
(૧) શોએબભાઈ ઉર્ફે વાણિયો નાસીર ભાઈ પઠાણ
(૨) વસિમભાઈ હનીફભાઇ ચૌહાણ
(૩) ઈલિયાસ રહીમભાઈ લખિયારા
(૪) આમિનભાઈ યાસિનભાઈ ચૌહાણ તમામ રહે .જનતા નગર મસ્જિદ પાસે પાલનપુર વાળાઓ ને પકડી રોકડ રકમ રૂ.૧૫,૮૨૦ તેમજ જુગાર ના સાહિત્ય અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧૬,૮૨૦/- સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ દાંતા પોલીસ સ્ટેશન માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
કામગીરી માં જોડાયેલ કર્મચારી
(૧) એ.એસ.આઇ. નરપત સિંહ શિવાજી એલ.સી.બી.પાલનપુર
(૨) હેડ.કોન્સ. દિગ્વિજય સિંહ રામ સિંહ એલ.સી.બી.પાલનપુર
(૩) પો.કોન્સ.ઈશ્વરભાઈ ભીખાભાઈ એલ.સી.બી.પાલનપુર
બાતમી મેળવનાર
પો.કોન્સ. ઈશ્વરભાઈ ભીખાભાઈ એલ.સી.બી.પાલનપુર