પંચમહાલ,કાલોલ તાલુકાના ડેરોલગામ હાઇસ્કુલ માં માતૃભાષા ગૌરવદિન ની ઉજવણી કરવામાં આવી.
કાલોલ તાલુકાની આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ, ડેરોલગામ માં માતૃભાષા ગુજરાતી ગૌરવદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા માતૃભાષા ગુજરાતી ના મહત્વ અને તેને જીવંત રાખી ગૌરવ અનુભવવા માટે ના વક્તવ્યો આપ્યા. શાળા ના આચાર્ય અતુલભાઈ પટેલ દ્વારા વિસ્તૃત અને હળવા અંદાજ માં ગુજરાતી હોવાનુ ગૌરવ અનુભવાય તેની હિમાયત કરી હતી. બાયસેગ દ્વારા સૌ એ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.