નર્મદા: 21 માર્ચ
ડેડીયાપાડા અને સાગબારાના અધિકારીઓ તથા એજન્સીઓએ વિકાસશીલ તાલુકા જોગવાઈ ગ્રાન્ટનું બારોબાર આયોજન કર્યું હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો આક્ષેપ
ડેડીયાપાડાનુ 51.89 લાખ અને સાગબારાનું 81.80 લાખનુ આયોજન નર્મદા જિલ્લા આયોજન અધિકારીએ સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને વિશ્વાસમા લીધા વગર બારોબાર બાયોગેસ પ્લાનટનું આયોજન કરી દીધું હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ
આ આયોજન રદ કરી ખેત મજુરોને ખેત બોરવેલની મંજુરી આપી એજન્સી અને અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ
જો સત્વરે યોગ્ય જવાબ નહિ મળે તો 23/03/2023 ના રોજ નર્મદા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેસવાની ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી ચીમકી