Home કાલોલ કાલોલ શાન્તમપાર્ટી પ્લોટમાં ખાતે પીકેએસ હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશનના ભૂતપૂર્વ વિધાર્થી-શિક્ષકોનું યોજાયેલ સંમેલન.

કાલોલ શાન્તમપાર્ટી પ્લોટમાં ખાતે પીકેએસ હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશનના ભૂતપૂર્વ વિધાર્થી-શિક્ષકોનું યોજાયેલ સંમેલન.

125
0

કાલોલ: 28 જાન્યુઆરી


કાલોલ શાંતનુ પાર્ટી પ્લોટ ખાતે તાલુકાના ડેરોલ સ્ટેશન શાળાના ૧૯૭૨ ના ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શાળાના શિક્ષકોનું સંમેલન યોજાયેલ હતું. જેમાં ૫૦ વર્ષ પછી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ઉધોગપતિઓ એ ગુરુજી ઓનું સન્માન કર્યું હતું જેમાં ડેરોલ સ્ટેશન પી.કે.એસ.હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભૂતકાળના શિક્ષણ અને શિસ્ત અને જુના યાદગાર કાર્ય કાળ ને યાદ કર્યો હતો.USA,અમદાવાદ, વડોદરા,આણંદ ના પૂર્વ વિધાર્થીઓ કે જે હમણાં ડૉ,વકીલ અને ઉધોગપતિ તરીકે નામાંકિત છે.ડેરોલ ગામના બિલ્ડર મનહરભાઈ પટેલ , ભુપેન્દ્રભાઈ,લાલભાઇ અને USA થી આવેલ દિનેશભાઈ તથા વર્ષાબહેન ખૂબ જ ભાવવિભોર થયા હતા.જુના સંસ્મરણો ને યાદ કરી ને પંચમહાલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ યોગેશ પંડ્યા દ્વારા આવેલ ગુરુજનો ના આશીર્વાદ લીધા હતા.પોતાના ભૂતકાળને યાદ કરી વાગોળી શિક્ષકો, વિધાર્થીઓ સામે ભૂતકાળના સુંદર સમય વર્તમાન બની આખો સામે તરવરતો હતો.ખૂબ જ ખુશખુશાલ મનથી સહુ ભવ્ય ભૂતકાળ અને જૂના સહધ્યાયીઓ ને યાદ કરતા જુદા પડ્યા હતા.

અહેવાલ : મયુર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here