સોજીત્રા : 22 માર્ચ
સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ,સ્વચ્છતા અભિયાન હેઠળ અંદાજિત બે લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સેગ્રીકેશન શેડ તેમજ વાલ્મિકીવાસ થી તળાવ સુધી અંદાજિત સિતેર હજાર રૂપિયાના ખર્ચની ગટર લાઈન નું ખાતમુર્હુત આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ,ડે.સરપંચશ્રી શંભુભાઈ ઠાકોર,ડભોઉ દુધ ઉત્પાદક તેમજ સહકારી મંડળીના ચેરમેનશ્રી જયેશભાઈ પટેલ,સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પરમાર,જિલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ગીતાબેન ઠાકોર, સોજીત્રા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મીહિકાબેન પરમાર,વિસ્તરણ અધિકારી અને વહીવટદાર શ્રી ડાયાભાઈ પ્રજાપતિ,તલાટીશ્રી જીતુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.





















