જાપાનના 10 ક્રુ મેમ્બર્સને લઇને જતું સૈન્ય હેલિકોપ્ટર અચાનક ગુમ થયું. હેલિકોપ્ટરમાં બે પાયલોટ, બે મિકેનિક અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. જાપાનના કોસ્ટ ગાર્ડનનું કહેવું છે કે તે ગૂમ થયેલા હેલિકોપ્ટરની શોધી ચાલુ છે. જાપાન કોસ્ટ ગાર્ડ અને અન્ય સ્ત્રોતો અનુસાર,ગુરુવારે ઓકિનાવા પ્રાંતના પાણીમાં 10લોકો સાથેનું ગ્રાઉન્ડ સેલ્ફ – ડિફેન્સ ફોર્સ હેલિકોપ્ટર ગુમ થયું હતું. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે મિયાકો દ્વીપના એક એરપોર્ટથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 18 કીમી દૂર સાંજના સમયે 4.40 આસપાસ હેલિકોપ્ટર ગુમ થયું છે. કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરને શોધ માટે નજીકના પાણીમાં ચાર પેટ્રોલિંગ જહાજો મોકલ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુમ થયેલ હેલિકોપ્ટર કુમામોટો પ્રીફેકચરમાં ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (જીએસડીએફ) તાકાયુબારુ કેમ્પમાં તેનાત રા હતું અને તે સર્વેલન્સ પ્રવૃત્તિઓમાં સામેલ હતું. જીએસડીએફએ જણાવ્યું હતું કે ગુમ થયેલા હેલિકોપ્ટરમાં બે પાયલોટ, બે મિકેનિક અને છ ક્રૂ સવાર હતા. આ તમામ સેલ્ફ ડિફેન્સ ફોર્સના સભ્યો હતા