જાંબુઘોડા તાલુકાના ઉચેટ ગામ પાસે આવેલી મુખ્ય નર્મદાની કેનાલ ઉપર બોડેલી તાલુકાના સાગધરા ગામના રહેવાસી હેમસિંગભાઈ બારીયા તેમના પત્ની તેમજ પુત્ર ની સાથે તેમની બાઈક ઉપર પાવીજેતપુર તાલુકાના રાસલી ગામે લગ્નમાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ઉચડ ગામની કેનાલ ઉપર સામેથી આવી રહેલા રોડા ગામના સુનિલભાઈ જેમલાભાઈ રાઠવા તેમની જીજે 34 જે 88 બાસી નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી સાગદરા ના હેમસિંઘભાઈ બારીયા ની બાઈક નંબર જીજે અકસ્માત કરતા 06 ડીકે 0463 ને સામેથી અથડાવી અકસ્માત કરતા સામસામે બંને બાઈકો પર બેઠેલા પાંચને ઇજાઓ પહોંચી હતી જ્યારે આ બાબતની જાન કોઈ 108 માં કરતા 108 દ્વારા તાત્કાલિક તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે 108 ના ચાલક મહેશભાઈ ડાભી તેમજ ઇએમટી ભરતભાઈ માલીવાડ દ્વારા અકસ્માતમાં ઘાયલોની આઈડી પ્રૂફ ચેક કરતા રોડધા ગામના સુનિલભાઈ રાઠવા પાસેથી 30,150 ની રોકડ રકમ તેમજ એક સોનાની વીંટી અને મોબાઈલ મળી આવતા 108 ના ચાલક તેમજ ઇએમટી એ સુનિલભાઈ રાઠવા ના પરિવારજનોને મળી આવેલ રકમ મોબાઈલ તેમજ સોનાની વીંટી પરત કરી માનવતા દાખવી હતી
અહેવાલ : સંદીપ વાળંદ