Home પંચમહાલ જીલ્લો જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે કોઈ કારણોસર માથામાં સાંકળ મારી જીવલેણ હુમલો

જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે કોઈ કારણોસર માથામાં સાંકળ મારી જીવલેણ હુમલો

168
0

ગત તા 25 ના રોજ સાંજના સમયે જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે કોઈ કારણોસર માથામાં સાંકળ મારી જીવણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઘાયલ થયેલ સોમાભાઈ ફુલસીંગભાઇ બારીયા નું સારવાર દરમિયાન મોત

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે રહેતા સોમાભાઈ ફુલસિંગભાઈ બારીયા સાંજના સમયે સોમાભાઈ ને પોતાની પત્ની સાથે અંગત કારણસર બોલા ચાલી થતી હતી તે દરમિયાન બાજુમાં રહેતા તેમના કુટુંબી કંચન બારીયા ની દીકરી લક્ષ્મીબેન સોમાભાઈ ના ઘર આગળ આવી અને તમે અમને કેમ ખોટી રીતના ગાળો બોલો છો તેવું જણાવી સોમાભાઈને તેમના ઘર આગળથી ખેંચી લઈ જઈને સોમાભાઈ ને ગડદા પાટુનો માર મારતા હતા તે સમયે કંચન બારીયા તેમજ કંચન નો જમાઈ અનિલ અલશિંગ બારીયા રહે વડેક તેના હાથમાં લોખંડની સાંકળ અને લાકડી લઈ સોમાભાઈ ઉપર તૂટી પડ્યા હતા જેમાં સોમાભાઈ ને કપાળના ભાગે તેમ જ પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જેમાં ગઈ રાતના સારવાર દરમિયાન સોમાભાઈ નું મોત નીપજીયું હતું જ્યારેએસ. એસ. જ઼ી. હોસ્પિટલ ખાતે તેમનું પીએમ કરી મૃતદેહને હીરાપુર ખાતે લવાતા વાતાવરણ શોક મગ્ન બનવા પામ્યુ હતુ જ્યારે આ બાબતે જાંબુઘોડા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અહેવાલ : સંદીપ વાળંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here