પંચમહાલ: 2 ઓગસ્ટ
ઘોઘંબા તાલુકામાં અનેક ગામોના લોકો પોતાની પાયાની જરૂરિયાતો અને સમસ્યાઓ વિશે હવે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને વિસ્તારના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઘોઘંબા તાલુકાના એક ગામમાં સ્મશાન ઘરની સુવિધા ન હોવાના સમાચાર હતા ત્યારે ફરીથી આજે આ જ વિસ્તારના દેવલીકુવા ગામના પ્રજાજનોની સમસ્યા બહાર આવી છે. આ ગામમાં પણ સ્મશાનઘર ની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. મૃતકને અગ્નિદાહ આપવા માટે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા અને તે પણ ચોમાસાની ઋતુમાં કેટલી તકલીફ ઉભી થાય છે તે વિશેની માહિતી આ વિસ્તારના જાગૃત નાગરિક કમલેશભાઈ બારીઆ દ્વારા આપવામાં આવી છે.
આ બાબતેની જાણકારી આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆને મળતાં તેઓએ ગામલોકોને તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવાનું જણાવ્યું હતું અને આ બાબતે કહ્યું હતું કે આ ગુજરાતના લોકોની કમનસીબી છે કે વર્ષોથી ભાજપને મત આપી સરકાર બનાવવા અને ચલાવવા તક આપી પણ ભાજપે માત્ર પોતાના નેતાઓની જ પરવા કરી છે તેમને જ ભ્રષ્ટાચાર કરાવીને કરોડપતિ બનાવવાનું કામ કર્યું છે. ભાજપે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને વધારવાનું કામ કર્યું છે અને સાથે સાથે ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કામ કરી રહી છે. જો જનતાની જરુરીયાતો સમજીને કામ કર્યા હોત તો આવા સમાચાર આજે જોવા ના મળતાં એમ કહી સાચા અર્થમાં વિકાસ જોવો હોય, મૂળભૂત જરૂરિયાતો સંતોષવી હોય તો ગુજરાતની જનતાએ સરકાર બદલવી પડશે એમ કહ્યું હતું.
ઘોઘંબા તાલુકાના કેટલાય ગામોમાં આજે પીવાના શુદ્ધ પાણીની, આરોગ્યની, શિક્ષણની, રોજગારીની, સિંચાઇ માટે પાણીની, સલામતીની અને રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોએ કાયમ ભરોસો રાખ્યો કે આજે થશે, કાલે થશે અને આ રીતે વર્ષો વિત્યા બાદ પણ પરિસ્થિતિ અને સમસ્યાઓ ઠેર ની ઠેર રહેવા પામી છે. સમસ્યાઓની રજૂઆત કરવા સામે આવતાં લોકોને અટકાવવા, દબાવવા, ધમકાવવા ભાજપના ભ્રષ્ટ નેતાઓએ પ્રયત્નો કર્યા છે પરંતુ હવે જનતાનો મિજાજ હવે બદલાયો છે. જનતાને હવે નવી ઉમ્મીદ અને આશાઓ વધી છે ગુજરાતની જનતા ઇમાનદાર અને સાચા અર્થમાં લોક સેવાના કામો કરતી આમ આદમી પાર્ટીને આવકાર અને સમર્થન કરવા બહાર આવી રહી છે.
આજે ગામડાઓમાં પડતી મુશ્કેલીઓ માટે જવાબદાર ભાજપ સરકાર છે ત્યારે હવે આ સરકાર સામે જનતામાં આક્રોશ ઉભો થયો છે આ આક્રોશ ભાજપ સરકાર માટે ખતરાની ઘંટડી સમાન છે એવું દિનેશ બારીઆએ જણાવ્યું હતું.