પંચમહાલ: 18 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે ખેતરમાં ભૂંડના ત્રાસથી પાકને બચવા માટે ખેડૂતે પોતાના ખેતરમાં તારની સાદી વાડ બનાવીને MGVCL ની પરમિશન કે મીટર લીધા વગર જ વીજલાઇનનો કરંટ તારની સાદી વાડ પર લગાવ્યો હતો અને પાક ને બચાવવા જતા પોતાના ઘરના વ્યક્તિઓને કરંટ લાગતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજવા પામ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે સરદારપૂરા ફળિયામાં સુરેશભાઈ જાલમભાઈ પરમારે પોતાના ખેતરમાં ભૂંડના ત્રાસથી બચવા માટે તારની સિમેન્ટના થાંભલા વગરની સાદી વાડ બનાવીને તેમાં નજીકના ઇલે.લાઇનથી કરંટ આપેલ હતો.જેમાં ગત સાંજના સમયે ખેડૂત સુરેશભાઈના પિતા જાલમસિંહ ભાથુસિંહ પરમાર અને તેમના ભાઈના દીકરા નામે દીપકસિંહ ગુલાબસિંહ પરમાર દરરોજની જેમ પોતાના ખેતરમાં આંટો મારવા જતાં તેઓ બંનેને વીજકરંટ લાગતાં ઘટના સ્થળે જ બંનેનું મોત નિપજવા પામ્યું છે.સંભવિત પોલીસ કાર્યવાહીઓથી બચવા માટે બંને લાશને મોડી રાત્રે જ અંતિમ વિધિ પતાવીને પુરાવાનો નાશ કરી દેવાની તજવીજ કુટુંબીજનો દ્વારા હાથ ધરવામાં આવી રહી હતી.પરંતુ ત્યાં જ પેટ્રોલિંગમાં નીકળેલી વેજલપુર પોલીસને હિલચાલની શંકા જતાં તપાસ કરતા પોલીસે ગામમાંથી બંને લાશોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં PM માટે મોકલી આપીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, ખેતર માલિકે પોતાના ખેતરમાં જ ભૂંડના ત્રાસથી બચવા માટે તાર ની સાદી વાડ પર કરંટ લગાવ્યો હતો જેમાં તે કરંટ પોતાના પિતા અને ભત્રીજાને લાગતા તેઓને ખોવાનો વારો આવ્યો છે.ત્યારે ઉપરોક્ત ઘટના ને લઈ ગામમાં વાતાવરણ તંગ થવા પામ્યું છે
અને મોડી રાત્રે બંને લાશને ગોધરા સિવિલ હોસ્પિટલમાં PM માટે રાખવામાં આવી છે.