આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરા ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ ઓન એગ્રિકલ્ચરલ એંજિનિયરિંગ બેજ્ડ ઇન્ટરવેનસનસ” પ્રોજેકટ અંતર્ગત રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગ અને આદિવાસી સંશોધન – વ – તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયાના સંયુકત ઉપક્રમે “પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોની ખેતીમાં ઉપયોગિતા અને તેનું મહત્વ” વિષય પર એક દિવસીય મહિલા ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો., સદર મહિલા તાલીમ કાર્યક્રમનું આયોજન ડૉ. કે. બી. કથેરીયા, મા. કુલપતિ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી, ગોધરાના આચાર્ય અને વિધ્યાશાખા અધ્યક્ષ ડૉ. આર. સુબ્બૈયાહ દ્વારા તાલીમાર્થીઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોથી ચાલતા જુદા જુદા સાધનો જેવા કે સોલર પમ્પિંગ તેમજ લાઈટીંગ સિસ્ટમ, બાયોગેસનું મહત્વ અને તેની ઉપયોગીતા, બાયોચાર અને બાયોમાસ ના વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તેના માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી પદ્ધતિઓનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી ખેત પેદાશોનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને કેવી રીતે ખેડૂત તેની આવક વધારી શકે તેના વિશે માહિતગાર કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. આર. સુબ્બૈયાહ , આચાર્ય અને વિધ્યાશાખા અધ્યક્ષ, કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી, ગોધરા ; કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજના તમામ વિભાગીય વડાઓ, કોલેજ તેમજ દેવગઢબારિયાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
TRAINGકૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી, ગોધરાના આચાર્ય અને વિધ્યાશાખા અધ્યક્ષ ડૉ. આર. સુબ્બૈયાહ સાહેબ દ્વારા તાલીમાર્થીઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોથી ચાલતા જુદા જુદા સાધનો જેવા કે સોલર પમ્પિંગ તેમજ લાઈટીંગ સિસ્ટમ, બાયોગેસનું મહત્વ અને તેની ઉપયોગીતા, બાયોચાર અને બાયોમાસના વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તેના માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી પદ્ધતિઓનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી ખેત પેદાશોનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને કેવી રીતે ખેડૂત તેની આવક વધારી શકે તેના વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. વધુમાં જમીનમાં બાયોચાર નો ઉપયોગ અને બાયોગેસ ટેક્નોલૉજી દ્વારા નીકળતી સ્લારીનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા તેમજ ઉપજ કેવી રીતે વધારી શકાય તેના વિશે પણ માહિતી આપેલ હતી.