ગોધરા ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના ચાલિયા સાહેબ ઉત્સવ ખુબજ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો હતો. જેની પૂર્ણાહુતિ નિમિત્તે ભેરાણા સાહેબનાં સ્થાપન, ભજન કીર્તન, નિત્ય આરતી, મહાપ્રસાદી, અખંડ જ્યોત અને કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવ દરમિયાન સરસ્વતી સન્માન સમારોહ ગોધરા સિંધી સમાજના વિદ્યાક્થીઓને સ્વામી અનંત પ્રકાશ મહારાજ, અશોક ભગત, કમલેશ શર્મા, સિંધી સમાજના પ્રમુખ ચુની દાસીયાણી, ઉપપ્રમુખ અશોક રાવલાણી, અપર સિંધિં પંચાયતનાં પ્રમુખ લીલારામ સંતાણી, અખિલ ભારતીય લાડી લુહાણા સિંઘી પંચાયત દક્ષિણ પ્રાંતના પ્રાંત પ્રમુખ મુરલીધર મુલચંદાણી, દોલતરામ મુલચંદાની સહિત ગોધરા સિંધી સમાજનાં હોદેદારો અને આગેવાનો હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા પ્રેમ પ્રકાશ તીર્થના સંત ચરણપ્રકાશ મહરાજના લોકોએ આશીર્વાદ લીધા હતા. આ ઉજવણી દરમિયાન 40 દિવસ સુધી નિયમિત વ્રતધારીઓના નિવાસ સ્થાન સહિત વિવિધ સ્થળોએ ભજન મંડળીઓ દ્વારા ભગવાન ઝૂલેલાલની સ્તુતિ કરવામાં આવતી હતી. પૂર્ણાહુતિ સમયે મોટી સંખ્યામાં સિંધી સમાજ ભાઈઓ, બહેનો, વડીલો અને આગેવાનો જોડાયા હતા.