Home સાબરકાંઠા ખેડબ્રહ્મા: યુ જી વી સી એલ કોર્પોરેટર ઓફિસની સૂચનાથી વીજ અકસ્માત ના...

ખેડબ્રહ્મા: યુ જી વી સી એલ કોર્પોરેટર ઓફિસની સૂચનાથી વીજ અકસ્માત ના સર્જાય તે હેતુસર વીજ કેબલ ઉપર થી ટીવી ચેનલ ના કેબલ વાયર ઉતારવાની કામગીરી

166
0

યુ જી વી સી એલ કોર્પોરેટર ઓફિસની સૂચનાથી યુજીવીસીએલના તાબા હેઠળ આવતી વિભાગીય કચેરી ઈડરના તાબા હેઠળની પેટા વિભાગીય કચેરી ઈડર( T), ઈડર( R )જાદર, વડાલી, દેશોતર ,ખેડબ્રહ્મા તેમજ ખેરોજ માં થી પસાર થતી વીજ લાઈનો પરથી પસાર થતા ટેલિવિઝન ચેનલના કેબલ સર્વિસ લાઈન ના કેબલ ઉપર થી પસાર થતા અવારનવાર વીજ અકસ્માત સર્જાતા હતા આવા વીજ અકસ્માત ના સર્જાય તે હેતુસર વીજ કેબલ ઉપર થી ટીવી ચેનલ ના કેબલ વાયર ઉતારવાની કામગીરી જીઇબી ખેડબ્રહ્મા તેમજ વિવિધ તાબા હેઠળની કચેરીઓ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર ના આ નિર્ણય ને અને યુ જી વી સી એલ ની આ સરાહનીય કામગીરી ની આમ જનતા એ પણ નોંધ લીધી છે. વારંવાર થતાં વીજ ફોલ્ટ થી થતા અકસ્માતો પણ નિવારી શકાશે.

અહેવાલ. રોહિત ડાયાણી, સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here