શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. કે .જી વન થી ધોરણ 12 સુધીના બાળકોએ સ્વયં શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. શિક્ષક દિન માં ભાગ લીધેલ શિક્ષક મિત્રોએ પ્રાર્થના કાર્યક્રમથી જ સ્વયં સંચાલન કર્યું હતું. શિક્ષક બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે. એક થી પાંચ સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ બપોરની રીસેષ માં બાળકોની સ્ટાફ મિત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વન મિનિટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એક મિનિટમાં સોય દોરો પરોવવો ,ફૂગગા ફુલાવવા, બિંદીઓ લગાડવી, બંગડીઓ પહેરાવવી, ચોક ઉભા રાખવા, લખોટીઓ અને દડાઓ ડસ્ટબિનમાં નાખવા, લોટમાંથી સિક્કા શોધવા વગેરે જેવી રમતો એક મિનિટમાં પૂર્ણ કરવાનો બાળકોએ અનેરો આનંદ માણ્યો હતો.
શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનું જીવન ઘડતર થાય તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે બાળકોમાં શિક્ષણ સાથે નીડરતાનો ગુણ વિકસે અને ચોક્કસ ગોલ સાથે આગળ વધે તે માટેનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આચાર્ય તરીકે કિશોરી શિવમ ડી. ઉપાચાર્ય તરીકે વણઝારા જૈનમ બી અને સુપરવાઇઝર તરીકે પરમાર દેવાંશી બી.એ ફરજ બજાવી હતી સાથે શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાની ફરજ સુપેર્ય રીતે નિભાવી હતી. શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે કેવા અનુભવો થયા તેનું વર્ણન દરેક શિક્ષક બનેલા વિદ્યાર્થી મિત્રોએ જણાવ્યું હતું. શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થી મિત્રોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે અને સુરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. તમામ સ્ટાફ મિત્રોએ ટીમ વર્ક થી કામ કરી સ્વયં શિક્ષક દિનની ઉજવણી,સી.એ.આયોજક દ્વારા વન મિનિટ કાયૅક્રમ અને તિથિ ભોજન સફળ બનાવ્યું હતું.
અહેવાલ… રોહિત ડાયાણી, સાબરકાંઠા