કાલોલ : 10 જાન્યુઆરી
કાલોલ માં ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજ વસ્તુઓનું બજારોમાં આગમન થયું છે.ઉત્તરાયણ પર્વમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ પતંગ ચગાવવાની મજા માણતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે રો મટીરીયલ, તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં કાલોલનાં બજારોમાં વેપારીઓના જણાવ્યા અનુસાર ૩૫થી૪૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.
દર વર્ષ કરતાં આ વખતે પતંગોના ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગ માટે પર્વની ઉજવણીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. પરંતુ બીજી બાજુ વેપારીઓ પતંગ-દોરીની ધૂમ ખરીદી નીકળશે તેવી આશા રાખી રહ્યા છે.