Home કાલોલ કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાના અમલના પગલે તંત્ર દ્વારા રાજકીય પક્ષોના ઝંડા...

કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાના અમલના પગલે તંત્ર દ્વારા રાજકીય પક્ષોના ઝંડા બેનરો ઉતારવાની કામગીરી

201
0

કાલોલ: 3 નવેમ્બર


ગુજરાત વિધાનસભાની ગુરૂવારે કરેલી જાહેરાતને પગલે કાલોલ ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવા અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલોલ નગરમાં પાલિકાતંત્રને મળેલી સૂચના મુજબ શહેરના પાલિકા વિસ્તારમાં લગાવાયેલા વિવિધ પાર્ટીઓના ઝંડા-બેનર્સ વગેરેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તદ્ઉપરાંત જાહેરમાં લગાવાયેલા વિવિધ પક્ષોના હાર્ડીગ બોર્ડ પણ ઉતારી લેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા દિવાળીના તહેવારો અને અન્ય યાત્રાઓ, રેલીઓ અંગે ઠેર ઠેર લગાવેલા ફ્લેક્ષ બેનર્સ, ઝંડાઓ અને પોસ્ટર્સને ગુરૂવારે ચૂંટણીઓની જાહેરાતને પગલે આદર્શ આચારસંહિતાના ભાગ રૂપે રાજકીય પક્ષોની જાહેરાત કરતા બોર્ડ કે જેના પર પક્ષનું ચિન્હ, નામ અંકિત કરેલા હોય તેવા તમામ ફ્લેક્ષ બેનર્સને ઉતારવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી તદ્ઉપરાંત શહેરમાં જાહેર દીવાલો ઉપર પેઇન્ટ કરવામાં આવેલા પક્ષ, પાર્ટીઓના નામો ઉપર પણ કલર કુચડો મારવાની કામગીરી આગામી દિવસ દરમિયાન કરવામાં આવશે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here