કાલોલ: 28 જાન્યુઆરી
હવામાન વિભાગની આગાહી મુજબ આજ રોજ વહેલી સવારે વીજળીના કડાકા સાથે મધ્યગુજરાત સાથે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો.તેને લઈ ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.ભર શિયાળે કમોસમી પડેલા વરસાદને લઈ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો.ડેરોલગામ,શામળદેવી, ખડેવાળ,રામનાથ,દેલોલ વગેરે ગામનાં ખેડતોને ગુવાર,કપાસ,રાયડો વગેરે પાકમાં અને પશુઓ માટે રાખી મુકેલ ઘાસચારામાં મોટા પાયે નુકશાન પહોંચ્યું હતું.ખેડૂતોએ એક વિધે 8 થી દસ હજારનું નુકશાન પહોચ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.