Home કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ફાટક પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને પગલે આજથી ૧૮...

કાલોલ તાલુકાના બાકરોલ ફાટક પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને પગલે આજથી ૧૮ મહિના માટે ફાટક બંધ:

209
0

કાલોલ: 28 જાન્યુઆરી


આગામી ૧૮ મહિના સુધી નાના વાહનચાલકોને બોરૂ-બાકરોલ રોડ પર ડાયવર્ઝન પરંતુ બોરુ અંડરબ્રીજના કારણે મોટા વાહનો મુશ્કેલીમાં

કાલોલ તાલુકાના બાકરોલ સ્થિત રેલવે ફાટક નંબર-૨૬ને સ્થાને ઓવરબ્રીજ બનાવવાની કામગીરીને ધોરણે રેલ્વે તંત્ર દ્વારા આ ફાટક આગામી ૧૮ મહિના સુધી બંધ કરીને ઓવરબ્રીજ બનાવવાની કામગીરીનો આરંભ કર્યો છે, જેને પગલે આ રૂટના વાહનચાલકોને વાયા બોરૂ બાકરોલ રૂટનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી પશ્ચિમ રેલવે લાઈન સંલગ્ન અકસ્માતનો ભય અને ટ્રાફિકની સમસ્યા‌ ધરાવતા મોટાભાગના ફાટકોને બંધ કરીને રેલવે ઓવરબ્રિજ કે અંડરબ્રીજ બનાવવાની રૂપરેખા સાથે ફાટકમુક્ત રેલવે લાઈનનું સ્વપ્ન પશ્ચિમ રેલ્વે વિભાગ ધરાવે છે. જે સ્વપ્ન અનુસંધાને તાજેતરમાં પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ ગામથી સાવલી તરફ જવાના માર્ગ પર આવેલા ફાટક નંબર -૨૬ને સ્થાને રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની તાંત્રિક મંજૂરી આપીને ૨૮મી જાન્યુઆરીથી આગામી ૧૮ મહિના સુધી બાકરોલ ફાટકને બંધ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાકરોલ ફાટક કાલોલ તાલુકાના અલિન્દ્રા ચોકડીથી સમડીયાની મુવાડી, બાકરોલ, પલાસા, રતનપુરા અને ધંતેજથી સાવલી સુધીના અનેક ગામોનો રોજીંદો રુટ છે જેથી આગામી ૧૮ મહિના સુધી આ ફાટકના અસરગ્રસ્ત ગામોના વાહનચાલકોને બોરુ-બાકરોલ રૂટનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે.


જોકે ડાયવર્ઝન આપવામાં આવેલા બોરુ-બાકરોલ રૂટ પર બોરુ પાસેના રેલવે અંડરગ્રાઉન્ડ બ્રીજમાંથી પસાર થવાનું હોવાનું હોવાથી બાઈક રિક્ષા અને કાર જેવા નાના વાહનો પસાર થઈ શકશે પરંતુ સ્કુલ બસ, એસટી બસ અને ટ્રક સહિતના મોટા અને માલવાહક વાહનો બોરુ ગામના અંડરબ્રીજ નીચેથી પસાર થઈ શકશે નહીં જેને કારણે આગામી દિવસોમાં ઓવરબ્રીજ બને ત્યાં સુધી અસરગ્રસ્ત ગામોના લોકોને સ્કુલ બસ કે એસટી બસ સહિતની સુવિધાઓથી વંચિત રહેવું પડશે, જ્યારે માલવાહક વાહનો માટે વાયા સાવલી તરફથી અવરજવર કરવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અહેવાલ : મયુર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here