કાલોલ : 7 જાન્યુઆરી
વેજલપુર પોલીસ સ્ટેશનમાં રૂ.૪૨ હજારના માલસામાનની ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાયો
કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઇ નેશનલ કોરીડોર સ્થિત પીંગળી-સાગાના મુવાડા વચ્ચેના બ્રીજની કામગીરી દરમ્યાન ગત અઠવાડિયે રૂ.૪૨ હજારના માલસામાનની ચોરી અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો અનુસાર દિલ્હી-મુંબઇ નેશનલ કોરીડોર પર બ્રીજ બનાવતી પીએનસી કંપનીની ઠેકેદારી હેઠળ કાલોલ તાલુકા વિસ્તારના પીંગળી-સાગાના મુવાડા વચ્ચેના ૩૪૮-૦૮૩ (પુલ નંબર)નું કામગીરી ચાલુ હોય વિસ્તારમાં બ્રીજને ઉપયોગી બધો માલસામાન સાઈટ પર પડી હોય જે મધ્યે ૧લી જાન્યુઆરીથી ૨ જાન્યુઆરી વચ્ચેની રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ઈસમોએ સાઈટ પરથી જુનુ ચોપસો મશીન (કટર), ઓક્સિજન સિલેન્ડર નંગ-૦૪, લોખંડની સીડી, લોખંડની ચેનલ, વિવિધ પ્રકારના લોખંડના સળીયા અને ૪૦ એમએમની લોખંડની પાઇપ સહિત કુલ રૂ.૪૭,૨૦૦ના મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતા ઠેકેદાર કંપનીના સુપરવાઈઝર દ્વારા ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.