કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા રામદેવપીર મહારાજનો મહા સુદ અગિયારસે પ્રાગટ્ય દિવસ ગણાય છે જે અંતર્ગત દર મહા સુદ અગિયારસે કાલોલ શહેરના મારવાડી સમાજ દ્વારા તળાવ વિસ્તારમાંથી ડીજેના તાલે ધામધૂમથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે કાલોલ નગરના નવાપુરા, મહાલક્ષ્મી ચોક ,ગોહ્યા બજારના મુખ્ય માર્ગેથી ઈન્દિરાનગર ખાતે આવેલ રામાપીરના મંદિરે પહોંચીને શોભાયાત્રા સંપન્ન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના આગેવાનો, અબાલ વૃદ્ધો અને મહિલાઓ જોડાયા હતા. શોભાયાત્રા પુર્વે તળાવ સ્થિત રામદેવજી મહારાજના મંદિરે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા રાખવામાં આવી હતી આ ભજન સંધ્યામાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય અને ઉપપ્રમુખ સચિન કાછીયા સહિતના પાલિકા સભ્યો પણ હાજર રહ્યા હતા.