કચ્છ : 3 માર્ચ
કેન્દ્ર અને રાજય સરકારશ્રીની મત્સ્યોધોગ સબંધિત કલ્યાણકારી યોજનાઓનાં લાભો માછીમારોને હાથો હાથ રૂબરૂ પહોંચાડવાના માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માંડવી કચ્છથી પ્રારંભ થનાર સાગર પરિક્રમા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે આજરોજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ સબંધિત લાયઝન અધિકારીઓ સાથે ક્રાંતિ તીર્થ માંડવી ખાતે બેઠક યોજી હતી.
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક “ક્રાંતિતીર્થ” માંડવી ખાતે તા.૫-૩-૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકે યોજાનાર કાર્યક્રમની પૂર્વ સમીક્ષા અને પૂર્વ તૈયારીની ચકાસણીના ભાગરૂપે આજે ક્રાંતિતીર્થ ખાતે કલેકટરશ્રી તેમજ સબંધિત સર્વે લાયઝન અધિકારીઓએ કાર્યક્રમ બાબતે છણાવટ કરી હતી.
કાર્યક્રમ દરમ્યાન જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રચેલી વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓ સાથે કામગીરીની વિગતો જાણી જરૂરી માર્ગદર્શન સૂચનો પણ કલેકટરશ્રીએ કર્યા હતા.
કોવીડ-૧૯ની ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઇન મુજબ સમગ્ર કાર્યક્રમમાં આવશ્યક કાળજી રાખવા પણ ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં “કચ્છથી પ્રારંભ સાગર પરિક્રમામાં સુચારૂ આયોજન માટે દરેક પોતાની બાબતો રજુ કરી હતી.
રાજયમાં માંડવીથી પ્રારંભ આ સાગર પરિક્રમા દેવભૂમિ દ્વારકા ઓખા બંદરેથી બીજે દિવસે સવારે ખારવાવાડ પોરબંદર ખાતે પહોંચશે. આ સાગર પરિક્રમા અન્વયે સ્થાનિક અગ્રણીઓ અને માછીમારો સાથે પણ કલેકટરશ્રીએ આ તકે વાતચીત કરી હતી જેમાં નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, મુન્દ્રા પ્રાંતશ્રી પ્રજાપતિ, અબડાસા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત, સીવીલ સર્જનશ્રી ડો.કશ્યપ બુચ, મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રી જયેશભાઇ તોરણીયા, મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રી, રાજકોટના ટી.ડી.પુરોહિત, નાકાઇશ્રી વી.એન.વાઘેલા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા, માંડવી મામલતદારશ્રી ડો.અમીત ચૌધરી અને અંજાર મામલતદારશ્રી અફઝલ મંડોરી, કાર્યપાલક ઈજનેર પંચાયતશ્રી એમ.જે.ઠાકોર, ક્રાંતિતીર્થના શ્રી મહેશ ઠકકર, મસ્કાના અગ્રણીશ્રી કિર્તીભાઇ ગોર, સ્થાનિક માછીમારો આ તકે ઉપસ્થિત રહયા હતા.