Home ક્ચ્છ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ફોન અને ઇ-મેઈલથી...

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ફોન અને ઇ-મેઈલથી જાણ કરી તેઓને ભારત પરત લાવવા અનુરોધ

171
0
ક્ચ્છ : 27 ફેબ્રુઆરી

યુક્રેનમાં ફસાયેલા કચ્છ – ગુજરાતના વિદ્યાર્થીઓના સંપર્કમાં આવતા વાલીઓ પાસેથી માહિતી મેળવી લઈ તેમના નામ – સરનામા મેળવી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ફોન અને ઇ-મેઈલથી જાણ કરી તેઓને ભારત પરત લાવવા અનુરોધ કર્યો છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવા કટિબધ્ધતા વ્યક્ત કરેલ છે.

ભારતીયોની સલામતી બાબતે પ્રધાનમંત્રી રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંપર્કમાં છે. ઇન્ડિયન એમ્બેસી ખુબજ ગંભીરતાથી ભારતીયાની સલામતી સુરક્ષા માટે પગલાં ભરી રહી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ભારત સરકારની હેલ્પ લાઇન ૦૧૧ – ૨૩૦૧૨૧૧૩, ૦૧૧ – ૨૩૦૧૪૧૦૪ અને ૪૮૬૬૦૪૬૦૮૧૪ – ૪૮૬૦૬૭૦૦૧૦૬ પર પણ સંપર્ક કરી શકે છે. ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયોને સલામત પરત લાવવા કટિબદ્ધ છે તેવું ચાવડાએ જણાવ્યુ હતું.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here