Home Other કઇ રીતે સમુદ્રમાં સર્જાય છે વાવાઝોડું … જાણો સ્ટ્રોમ અને સાયક્લોન વચ્ચેનો...

કઇ રીતે સમુદ્રમાં સર્જાય છે વાવાઝોડું … જાણો સ્ટ્રોમ અને સાયક્લોન વચ્ચેનો ફરક …

134
0

સાયક્લોન શબ્દ ગ્રીકભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સાપના કુંડાળા, એવું એટલા માટે કહેવાય છે કે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં ટ્રોપિકલ સાયક્લોન સમુદ્રમાં કુંડળી મારીને બેઠેલા સાપોની જેમ નજરે પડે છે. ચક્રવાત એક ગોળાકાર તોફાન છે, જે ગરમ સમુદ્રની ઉપર બને છે, જ્યારે આ ચક્રવાત જમીન પર પહોંચે છે તો તે પોતાની સાથે ભારે વરસાદ અને ભારે પવન લઇને આવે છે..આ પવન તેના માર્ગમાં આવનારા વૃક્ષો, ગાડીઓ અને કેટલીકવાર ઘરોને પણ બરબાદ કરી દે છે.

ચક્રવાત સમુદ્રના ગરમ પાણીની ઉપર બને છે, સમુદ્રનું તાપમાન વધવાથી તેની ઉપરની હવા ગરમ અને ભેજવાળી બનતા ઉપર ઉઠે છે, અને તે જગ્યા ખાલી પડે છે અને નીચેની તરફ હવાનું પ્રેશર ઓછું થઇ જાય છે.આ ખાલી જગ્યાને ભરવા માટે ત્યાં ઠંડી હવા પહોંચી જાય છે ત્યારબાદ આ નવી હવા પણ ગરમ અને ભેજવાળી બનીને ઉપર ઉઠે છે, અને તે જગ્યાએ ફરીએકવાર ઠંડી હવા આવી તે પણ ગરમ અને ભેજવાળી થઇને ઉપર ઉઠે છે..આમ એક સાયકલ શરૂ થાય છે જેનાથી વાદળ બનવા લાગે છે પાણીનું વરાળમાં રુપાંતર થવાથી વધુ વાદળો બને છે. આનાથી એક સ્ટોર્મ સાયકલ કે પછી તોફોન ચક્ર બની જાય છે, જે ઘુમતુ રહે છે. સ્ટોર્મ સિસ્ટમ ખુબજ જોરથી ઘુમવાને કારણે તેની વચ્ચે એક આઇ બને છે, તોફાનની આઇને તેનો સૌથી શાંત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં હવાનું દબાણ સૌથી ઓછુ હોય છે.

જ્યારે તોફાની ચક્ર બીજા શબ્દોમાં કહીએ તો ચક્રવાતની સ્પીડ 62 કિલોમીટર પ્રતિ કલાકની હોય ત્યારે તે ટ્રોપિકલ સ્ટોર્મ કહેવામાં આવે છે. હવાની ઝડપ 120 કિલોમીટર પ્રતિકલાક થવા પર સ્ટોર્મ સાયકલોન બની જાય છે. સાયક્લોન સામાન્ય રીતે ઠંડા વિસ્તારમાં નથી બનતા કારણ કે તેને બનવા માટે ગરમ સમુદ્રી પાણીની જરૂર પડે છે. લગભગ દરેક પ્રકારનું સાયક્લોન બનવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન 25-26 ડિગ્રીની આસપાસ હોવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here