Home સુરેન્દ્રનગર એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ કોલેજ...

એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ કોલેજ લીંબડીમાં G-20 અંગે વર્કશોપનું આયોજન

161
0

સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરી


લિંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી. એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ કોલેજ લીંબડીમાં G-20 અંગે વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતું જે અંતર્ગત ભક્તરાજ દાદા ખાચર કોલેજ ગઢડા નાં અધ્યાપક શ્રી. બી.જે.બોરીચા સાહેબ (ગેસ્ટ લેકચરર) દ્વારા G-20 અને G-20 થી ભારતને થનાર ફાયદા વિષે કૉલેજના વિધાર્થીઓને વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી. જેમાં કૉલેજના 300 થી વધુ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં અંતે વિદ્યાર્થીઓ માટે G-20 અંગે ઓનલાઇન MCQ ટેસ્ટ યોજવામાં આવી. હતી જેમાં 50% કરતાં વધું માર્કસ મેળવનાર વિદ્યાર્થીને ઇ-સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમ કૉલેજ પ્રિન્સિપાલ શ્રી ડૉ.એસ.જી.પુરોહિત સાહેબનાં માર્ગદર્શન મુજબ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે IQAC કોર્ડીનેટર કે.એમ.ઠકર સાહેબ તેમજ G-20 કોર્ડીનેટર ડૉ. એલ.કે.રાણા તેમજ સમગ્ર કૉલેજ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here