Home સુરેન્દ્રનગર એસીબી સફળ ટ્રેપ

એસીબી સફળ ટ્રેપ

248
0

સુરેન્દ્રનગર : 8 ઓગસ્ટ


ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી :-નારણભાઇ કેશાભાઈ પટ્ટણી, નોકરી-જૂનીયર એન્જીનીયર, વર્ગ-૨, પી.જી.વી.સી.એલ. કચેરી, સાયલા, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર.

લાંચની માંગણીની રકમ : રૂ.૨૦૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨૦૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૦૦૦૦/-

ગુનાનું સ્થળ : પી.જી.વી.સી. એલ. ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં, સાયલા.

આ કામના ફરિયાદીની રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર, સાયલા નજીક, વખતપર બોર્ડ પાસે સરકારી જમીનમાં હોટલ બનાવવાની હોય તેમાં નવા વીજ કનેક્શન મેળવવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૬૦૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી, જે પૈકીના અડધા રૂ.૩૦૦૦૦/- કામ થયા પહેલા આપવાનું નક્કી કરેલ. જે પૈકી રૂ.૧૦૦૦૦/- ગઈકાલે આપી વાતચીત કરતા રકઝકના અંતે રૂ.૫૫૦૦૦/- આપવાના નક્કી થયેલ. જે અડધા રૂ.૩૦૦૦૦/- પૈકીના બાકી રહેલ રૂ.૨૦૦૦૦/- આજરોજ આપવાનો વાયદો કરવામાં આવેલ. પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબી નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન આ કામના આરોપી એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી, પકડાઈ જઈ ગુનો કરેલ છે

નોંધ : ઉપરોક્ત આરોપીને એસીબી ખાતે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે

ટ્રેપિંગ અધિકારી :
શ્રી ડી.વી.રાણા,
પોલીસ ઇન્સ્પેકટર,સુરેન્દ્રનગર તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી :
શ્રી એ.પી.જાડેજા ,
મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here