દેશના તમામ રાજ્યોના સર્વક્ષેત્રમાં વિકાસ અને જન સુખાકારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યન્વિત છે. જેમા કૃષિ અને સિંચાઇ ક્ષેત્ર માં દેશ સ્વાવલંબન બને તે માટે પાણી માટે “અટલ ભૂજળ યોજના અમલમાં છે જેના કૃષિકારો લાભ લઇ શકે તે માટે સાબરકાંઠાના ઇડર ના કિશોરગઢ ખાતે અટલ ભુજલ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આર.એમ. પટેલ જણાવ્યું હતુ કે, ભારતમાં ખેત ઉત્પાદન વધારવા પિયત ખેતી કરવા, પીવા તથા ઉદ્યોગ ની પાણીની જરૂરીયાત માં ભૂગર્ભ જળનો મહત્તમ ઉપયોગ થાય છે. જેમાં ૬૫ ટકા ખેતીના પિયત માટે, ૮૫ ટકા ગ્રામ્ય વિસ્તારમાં તથા ૫૦ ટકા શહેરી ક્ષેત્ર માં ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. જેમાં છેલ્લા ૩૦ વર્ષમાં પાણીનો દિન પ્રતિદિન વપરાશ વધી રહ્યો છે, હાલમાં ૧૦૦ ફુટની ઉંડાઇથી પણ પાણી મળી રહ્યા નથી ત્યારે ભૂગર્ભજળની માત્રા વધારવા માટે ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ શરૂ કરવામાં આવી હતી જેને પરિણામે સુનિયોજીત જળ વ્યવસ્થાપન થતાં ભૂગર્ભ જળ રાશિમાં વધારો થયો છે.સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટના તજજ્ઞ શ્રી ડૉ. ડી.કે.ડોબરીયા એ જણાવ્યું હતુ કે, . રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળ સંચય અભિયાન ની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે, નવિન ચેકડેમ, ખેત તલાવડીનું નિર્માણ તથા નદીઓ અને તળાવો ઉંડા કરવાથી ભૂગર્ભજળની માત્રામાં વધારો નોંધાયો છે. જેના પર કેન્દ્ર/રાજ્ય અને ગ્રામ્ય સ્તરે મેનેજમેન્ટ યુનિટી ની સ્થાપના કરી જળરાશી વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ નોડલ ઓફિસર શ્રી એમ.આઇ.ખણુસીયાએ સાબરકાંઠા જિલ્લામાં હયાત જળસ્ત્રોત અને તેમાંથી ઉપયોગ થતા પાણી વિશે વિસ્તૃત સમજ આપી હતી જેમાં આગામી સમયમાં પાણીની માંગ ઘટાડવાના પગલા અને પાણીનો પુરવઠો વધારવા ના અસરકારક પગલાં વિશે જાણકારી આપી હતી. ખેડૂતોને ઓછા પાણીના ઉપયોગ થકી થતા પાક અંગે જાણકારી આપવાની સાથે ડ્રીપ ઇરીગેશન થકી પાણીના બચાવ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે અટલ જલ રથને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શ્રી ડી.એમ.પટેલ નાયબ બાગાયત નિયામક શ્રી, શ્રી તોતલાની, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી, શ્રી સી.એસ.ગઢવી, દાંત્રેલિયા અને યોજનાના સહયોગી સતિષભાઈ પટેલ તથા અન્ય અધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો હજાર રહ્યા હતા.
અહેવાલ.રોહિત ડાયાણી,સાબરકાંઠા