Home Trending Special આણંદ જિલ્લાના ઉદ્દભવ બાદની ચૂંટણીના લેખા જોખા

આણંદ જિલ્લાના ઉદ્દભવ બાદની ચૂંટણીના લેખા જોખા

196
0

આણંદ : 23 નવેમ્બર


આણંદ જિલ્લામાં ૧૯૯૮ થી ૨૦૧૭ દરમિયાન યોજાયેલ ૫ ચૂંટણીઓમાં કુલ મળી ૬૯ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો ઉપર ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિન બાદ હવે જિલ્લાના ૭ મતદાર વિભાગના ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ બન્યુ છે, ત્યારે આણંદ જિલ્લાના ઉદ્દભવ બાદ યોજાયેલ ૫ સામાન્ય ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સાથે ઉમેદવારી પત્ર પરત ખેંચેલ ઉમેદવારોની આંકડાકિય વિગત રસપ્રદ બની રહેશે.

ભૂતકાળમાં યોજાયેલી ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ઉપર નજર નાંખીએ તો, આ તમામ ચૂંટણીઓમાં આણંદ જિલ્લાની તમામ બેઠકો પર કુલ મળી ૬૯ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. જેની સામે આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ કુલ મળીને ૬૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયા છે.
આણંદ જિલ્લાના ઉદ્દભવ બાદની પ્રત્યેક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો, રદ્દ થયેલ ઉમેદવારી પત્રો અને પરત ખેંચાયેલા ઉમેદવારી પત્રોની સાથે ચૂંટણી જંગમાં રહેલા ઉમેદવારોની વિગત નિચે મુજબ છે.

૧૯૯૮ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ૧૨૭-ઉમરેઠ, ૧૩૩-આણંદ, ૧૩૪-સારસા, ૧૩૫-પેટલાદ, ૧૩૬-સોજીત્રા(એસ.સી.), ૧૩૮-બોરસદ, ૧૩૯-ભાદરણ અને ૧૪૦-કેમ્બે (ખંભાત) મળી ૮ મતદાર વિભાગો ઉપર કુલ મળી ૪૯ પુરૂષ અને ૬ મહિલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી તેમની ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે ૩ પુરૂષ અને ૩ મહિલા ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ્દ થયા હતા, જયારે ૮ પુરૂષ અને ૩ મહિલા ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા, આ આઠેય મતદાર વિભાગ પૈકી ઉમરેઠ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો, આણંદ બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, સારસા બેઠક ઉપર ૮ પુરૂષ ઉમેદવારો, પેટલાદ બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો, સોજીત્રા (એસ.સી.) બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, બોરસદ બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો, ભાદરણ બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો અને કેમ્બે (ખંભાત) બેઠક ઉપર ૭ પુરૂષ ઉમેદવારો મળી કુલ ૩૮ પુરૂષ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયાં હતા.

૨૦૦૨ની ચૂંટણીમાં ૧૨૭-ઉમરેઠ, ૧૩૩-આણંદ, ૧૩૪-સારસા, ૧૩૫-પેટલાદ, ૧૩૬-સોજીત્રા (એસ.સી.), ૧૩૮-બોરસદ, ૧૩૯-ભાદરણ અને ૧૪૦-કેમ્બે (ખંભાત) મળી ૮ મતદાર વિભાગો ઉપર ૪૪ પુરૂષ અને ૩ મહિલા ઉમેદવાર મળી કુલ ૪૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ૧૩ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવારો મળી કુલ ૧૫ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા, જ્યારે ૬ પુરૂષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા આ આઠેય મતદાર વિભાગ પૈકી ઉમરેઠ બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો, આણંદ બેઠક ઉપર ૫ પુરૂષ ઉમેદવારો, સારસા બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, પેટલાદ બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, સોજીત્રા(એસ.સી.) બેઠક ઉપર ૨ પુરૂષ ઉમેદવારો, બોરસદ બેઠક ઉપર ૨ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર, ભાદરણ બેઠક ઉપર ૨ પુરૂષ ઉમેદવારો અને કેમ્બે (ખંભાત) બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો મળી કુલ ૨૫ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર આ ચૂંટણી જંગમાં હતા.

૨૦૦૭ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ૧૨૭-ઉમરેઠ, ૧૩૩-આણંદ, ૧૩૪-સારસા, ૧૩૫-પેટલાદ, ૧૩૬-સોજીત્રા(એસ.સી.), ૧૩૮-બોરસદ, ૧૩૯-ભાદરણ અને ૧૪૦-કેમ્બે (ખંભાત) મળી આ ૮ વિધાનસભા મતદાર વિભાગ માટેના ચૂંટણી જંગમાં ૮૭ પુરૂષ અને ૩ મહિલા ઉમેદવાર મળી કુલ ૯૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ૩૦ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર મળી કુલ ૩૧ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા, જ્યારે ૧૬ પુરૂષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા ૪૧ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવારો મળી કુલ ૪૩ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતા. જેમાં ઉમરેઠ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો, આણંદ બેઠક ઉપર ૬ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવારો, સારસા બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, પેટલાદ બેઠક ઉપર ૫ પુરૂષ ઉમેદવારો, સોજીત્રા(એસ.સી.) બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો, બોરસદ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો, ભાદરણ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો અને કેમ્બે (ખંભાત) બેઠક ઉપર ૫ પુરૂષ ઉમેદવારો હતા.

૨૦૧૨ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ૧૦૮-ખંભાત, ૧૦૯-બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ અને ૧૧૪-સોજીત્રા મળી આ ૭ વિધાનસભા મતદાર વિભાગો ઉપર ૮૯ અને ૬ મહિલા ઉમેદવાર મળી કુલ ૫૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે ૨૮ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ્દ થયા હતા, જયારે ૧૫ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. આ ૭ વિધાનસભા મતદાર વિભાગોમાં પૈકી ખંભાત બેઠક ઉપર ૪ પુરૂષ ઉમેદવારો, બોરસદ બેઠક ઉપર ૫ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર, આંકલાવ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો, ઉમરેઠ બેઠક ઉપર ૧૦ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર, આણંદ બેઠક ઉપર ૯ પુરૂષ ઉમેદવારો, પેટલાદ બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો તેમજ સોજીત્રા બેઠક ઉપર ૬ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર મળી કુલ ૪૬ પુરૂષ અને ૩ મહિલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં રહયાં હતા.

૨૦૧૭ની ચૂંટણીમાં ૧૦૮-ખંભાત, ૧૦૯-બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ અને ૧૧૪-સોજીત્રા મળી આ ૮ વિધાનસભા મતદાર વિભાગ માટેના ચૂંટણી જંગમાં ૮૦ પુરૂષ અને ૯ મહિલા ઉમેદવાર મળી કુલ ૮૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ૧૭ પુરૂષ અને ૫ મહિલા ઉમેદવાર મળી કુલ ૨૨ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા, જ્યારે ૧૮ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવાર મળી કુલ ૨૦ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા આ ૭ વિધાનસભા મતદાર વિભાગોમાં પૈકી ખંભાત બેઠક ઉપર ૭ પુરૂષ ઉમેદવારો, બોરસદ બેઠક ઉપર ૭ પુરૂષ ઉમેદવારો, આંકલાવ બેઠક ઉપર ૮ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર, ઉમરેઠ બેઠક ઉપર ૭ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર, આણંદ બેઠક ઉપર ૩ પુરૂષ ઉમેદવારો, પેટલાદ બેઠક ઉપર ૭ પુરૂષ ઉમેદવારો અને સોજીત્રા બેઠક ઉપર ૬ પુરૂષ ઉમેદવારો મળી ૪૫ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતા.

એહવાલ : પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here