Home આણંદ આણંદમાં વેપારીના ઘરમાંથી તસ્કરો કેનેડીયન ડોલર ચોરી ગયાં

આણંદમાં વેપારીના ઘરમાંથી તસ્કરો કેનેડીયન ડોલર ચોરી ગયાં

232
0

આણંદ: 10 જાન્યુઆરી


આણંદ શહેરના સકીના પાર્કમાં ત્રાટકેલા તસ્કરો વેપારીના ઘરમાંથી ડોલર, દિરહામ સહિત પોણા લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના રીલીફ કમીટી રોડ પર આવેલા સકીના પાર્કમાં રહેતા સાજીત યાકુબભાઇ વ્હોરાના ઘરમાં 5મી જાન્યુઆરીની રાત્રે તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોએ ઘરના દરવાજાની લોખંડની જાળીનું તાળુ તોડી ઘરના મેઇન દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરીને બેડરૂમમાં મુકેલા લોખંડના પતરાની તિજોરીનો દરવાજો તોડી તિજોરીમાં મુકેલા કેનેડીયન ડોલર, દુબઇ દિરહામ, ચાંદીના સિક્કા, દાગીના, રોકડા રૂ.12 હજાર મળી કુલ રૂ.62,200નો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે સાજીત વ્હોરાની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રોગતિમાન કર્યાં છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here