ખંભાત: 19 જાન્યુઆરી
આણંદ જિલ્લાના ખંભાતની કોર્ટના નામદાર છઠ્ઠા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી તરફથી ધવલકુમાર કમલેશભાઇ ઉર્ફે કનુભાઇ પટેલ ઉદેલ ડેરીની બાજુમાં ખારાપાટ, તા. ખંભાતના ખંભાત રૂરલ પો.સ્ટે ગુ.ર.નં. ૩૭/૧૯થી ઇ.પી.કો. વિવિધ કલમોથી કાચા કામના કેદી તરીકે આણંદ સબ જેલમાં હતા.
ધવલકુમાર કમલેશભાઇ ઉર્ફે કનુભાઇ પટેલે જેલમાં હતા તે સમયે દિન-૭ના વચગાળાના જામીન મંજૂર કરાવ્યા હતા જે જામીન પૂરા થતાં તેઓએ તા. ૧૧/૧૦/૨૦૨૨ના રોજ હાજર થવાનું હતું. પરંતુ આજદિન સુધી હાજર થયેલ ન હોઇ ભારતીય ફોજદારી અધિનિયમની વિવિધ કલમો અને જી.પી.એકટ-૧૩૫મુજબ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. જેના પરથી તેઓની સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવેલ પરંતુ તેઓ ફરાર થયેલા હોવાનું અથવા તો આ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતા ફરતા હોવાનું જણાઇ આવેલ છે. આમ, આ નાસતા ફરતા ઇસમ ધવલકુમાર કમલેશભાઇ ઉર્ફે કનુભાઇ પટેલને હાજર થવા અર્થે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશને સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી હોઇ ખંભાત કોર્ટના નામદાર છઠ્ઠા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ. એન. શેખએ કલમ-૮૨ મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરી આ નાસતા ફરતા આરોપી ધવલકુમાર કમલેશભાઇ ઉર્ફે કનુભાઇ પટેલને તા. ૦૧/૦૨/૨૦૨૩ના રોજ નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાવ્યું હોવાનું આણંદના પોલીસ અધિક્ષકશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.