અંબાજી: 8 ઓગસ્ટ
ટેકનોલોજી ના મહત્તમ ઉપયોગ સાથે તમામ પ્રકારે આયોજન કરી કરાશે નિરીક્ષણ અંબાજી આવતા સંઘો ને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ માં આવતા મહિને રાજ્ય ના મોટા મેળા માનો એક એવો ભાદરવી પૂનમ નો મહા મેળો કોરોના મહામારી દરમિયાન ૨ વર્ષ મોકૂફ રખાયા બાદ ઓફિસિયલી કરવામાં આવનાર છે ત્યારે ભાદરવી પૂનમ પર ચાલતા આવતા , તેમજ સંઘો લઈ ને આવતા માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિશેષ પ્રકાર ની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ના આરોગ્ય, પાણી, ભોજન ,પરિવહન, ઉતારા સહિત સઘન સુરક્ષા બાબતે તમામ પ્રકાર ની વ્યવસ્થા ગુજરાત ના પોલીસ, આરોગ્ય, વહીવટી,અને અન્ય ખાતા ના અધિકારીઓ દ્વારા કરવમાં આવે છે ત્યારે આ વખતે પણ યોજાનાર ભાદરવી પૂનમ ના મહા મેળા ૨૦૨૨ ની તૈયારી ના ભાગરૂપે તેમજ સંઘ લઈને આવતા સંઘ ના આયોજકો સાથે આજ રોજ કલેકટરશ્રી ની કચેરી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ મહા મેળા માં લગભગ ગુજરાત ભરમાંથી ૧૪૭૦ સંઘો દર વર્ષે અંબાજી પગપાળા આવેં છે તો આ સંઘ માં આવતા માઈ ભકતો ને તકલીફ ,અગવડતા ના પડે તે માટે તંત્ર દ્વારા રસ્તા થી માંડી અંબાજી પહોંચ્યા સુધી ની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આ વખતે આધુનિક ટેકનલોજી ના મહત્તમ ઉપયોગ કરી ને દર્શનાથે આવતા ભક્તો ને દર્શન સહિત સુરક્ષા બાબતોને આવરી લઇ આ વર્ષે પણ તમામ પ્રકારે યાત્રિકો ની સુવિધા અને સુરક્ષા નું ધ્યાન રાખી વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સંઘ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંઘ ના આયોજકો ને સૂચન કરવામાં આવેલ કે માતાજી માં મંદિરે ચઢાવવા લાવવા માં આવતી ધ્વજા વધારે મોટી નહિ લાવતા માપ ની લાવી મંદિરે અડાડી પરત ઘરે લઈ જવી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ને આપવી તેમજ રસ્તે ચાલવા માટે માર્ગો ની વ્યવસ્થામાં બે રસ્તા પદ યાત્રિકો માટે તેમજ બે રસ્તા વાહન ચાલકો માટે રહેશે સહિત ની સૂચનો આપવામાં આવ્યા હતા .