Home આંકલાવ આંકલાવ વિધાનસભા વિસ્તારમાં અમિત ચાવડાનો ચૂંટણી પ્રચાર

આંકલાવ વિધાનસભા વિસ્તારમાં અમિત ચાવડાનો ચૂંટણી પ્રચાર

143
0

આણંદ: 23 નવેમ્બર


આંકલાવ વિધાનસભા વિસ્તારમાં અમિત ચાવડાનો ચૂંટણી પ્રચાર. આંકલાવ વિધાનસભામાં આજરોજ આણંદ તાલુકા આકલાવડી, ખેરડા,ખાનપુર અને ભોઇપુરા, વાડીનાથપુરા ગામોમાં આંકલાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા નો ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ નગારા તથા બગી તથા દારૂખાનું ફોડી ઉમળકા ભેર સ્વાગત કર્યું.

સૌ ગ્રામજનો નો એકજ અવાજ કે અમિત ચાવડાને જંગી મતો થી વિજય બનાવવા સૌ અવાજ ઉઠ્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસ એ સૌને જણાવ્યું કે કોંગ્રેસ સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવા, કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરશે. કોરોના મહામારીમાં સ્વજનો ગુમાવ્યા તેમને પૂરતું વળતર મળે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થાય દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર દૂધ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ૩૦૦ યુનિટ વીજળી મફત જેવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. યુવાનો ધ્વારા અમિત ચાવડાને સોંગદ લઈ જંગી મતો થી જીતાડવાની જવાબદારી લેવામાં આવી હતી..

અમિત ચાવડા

અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here