Home રાજ્ય અરબ સાગરમાં બિપરજોય સક્રિય …. બિપરજોય ચક્રવાતથી ચોમાસું મોડું આવવાની સંભાવના…

અરબ સાગરમાં બિપરજોય સક્રિય …. બિપરજોય ચક્રવાતથી ચોમાસું મોડું આવવાની સંભાવના…

164
0

ગુજરાતમાં બિપરજોય નામનું ચક્રવાત મંગળવારે પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર સક્રીય થયું હતું અને ગુરુવાર સુધીમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તન થવાનું અનુમાન છે. આબોહવા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તે ભારતના પશ્ચિમ કિનારાને મોટાભાગે અસર કરે તેવી શક્યતા નથી, પરંતુ ભેજને દૂર કરીને કેરળમાં ચોમાસાની શરુઆતને વધુ વિલંબિત કરી શકે છે. બિપરજોય 170kmphની ઝડપે પવન ફૂંકાવાની સાથે પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધે એવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, સિસ્ટમ ચોમાસાની શરુઆતને પ્રભાવિત કરે એવી શક્યતા છે. જે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધ્યું છે અને તે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. આ સિસ્ટમને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. જે બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવેલું એક બાંગ્લા શબ્દ છે, જેનો અર્થ થાય છે આપત્તિ. આ સિસ્ટમ મંગળવારની સાંજના સમય આસપાસ તીવ્ર બન્યું અને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું હતું. જે બાદ તેને સરળ ટ્રેકિંગ અને પ્રારંભિક ચેતવણી માટે નામ આપવામાં આવ્યું હતું.

દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ઊંડુ ડિપ્રેશન છેલ્લાં છ કલાકો દરમિયાન 4kmphની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. જે ચક્રવાત વાવાઝોડું બિપરજોયમાં તીવ્ર બન્યું હતું અને આજે જૂનના IST 5.30 કલાકે કેન્દ્રીત થયું હતું. 6 જૂનના રોજ પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર ગોવાના લગભગ 920 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1050 કિમી દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 1130 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને કરાચીથી 1430 કિમી દક્ષિણમાં હોવાનું IMDના બુલેટિનમાં જણાવ્યું છે.

માછીમારોને માટે બુધવારથી મધ્ય અરબ સાગરમાં ન જવા માટે ચેતવણી જારી કરાઇ હતી. ખુલ્લા સમુદ્રમાં માછીમારોને દરિયા કિનારે પાછા જવાની સલાહ આપવામાં આવી હતી. એટલું જ નહીં તમામ બંદરોને દૂરના ચેતવણી સંકેત II ફરકાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનનો હાલનો માર્ગ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલનો સંકેત આપતો નથી. જો કે, આગામી બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલનો માર્ગ ઉત્તર દિશામાં પ્રગતિ દર્શાવે છે. કોઈ પણ સંજોગોમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વીજળી સાથે હળવા વાવાઝોડા અને ભારે પવન સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. શુક્રવાર અને શનિવારના રોજ વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 39.8 સેલ્સિયસ સામાન્ય કરતાં 0.9 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.4 અંશ સેલ્સિયસ સમાન્ય કરતા 0.6 ડિગ્રી ઓછું હતું. આગાહી મુજબ, બુધવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here