Home રાજ્ય અમદાવાદ માં આવેલા ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો લઇને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થતા...

અમદાવાદ માં આવેલા ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો લઇને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થતા ત્રણ ઈશમની ધરપકડ કરવામાં આવી

229
0

અમારી એલ.સી.બી-૨ ના માણસો ઝોન-૨ વિસ્તારના કાર્યક્ષેત્રમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાતમી હકીકત મળેલ કે, એક શૈલેષ ક્રિશ્ચન નામનો માણસ પોતાની પાસેની ઇકો ફોર વ્હિલર કારમાં કેટલીક ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો લઇને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થનાર છે જે આધારે સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે વોચ ગોઠવી હાજર હતા આ દરમ્યાન બાતમીના વર્ણન પ્રમાણેનો ઇસમ ઇકો ફોર વ્હિલ ગાડી લઇને પસાર થતા તેને રોકી લઇ ઇકો ગાડીમાં તપાસ કરતા તેની પાસેની એક કોલેજ બેગમાંથી રૂ.૫૦૦/- ના દરની રૂ.૧૦,૦૦૦,૦૦/- બનાવટી ચલણી નોટોના ૨૦ બંડલ મળી આવેલા જે નોટો પ્રાથમીક દ્રષ્ટીએ જોતા બનાવટી હોવાનુ જણાયેલ બાદ આ ઇસમને સદર નોટો ક્યાથી અને કોની પાસેથી લાવેલ છે ? તે બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે પોતાના મિત્ર પરાગ ઉર્ફે પકો વાણીયા તેમજ અન્ય બે મિત્રોની મદદથી બનાવટી ચલણી નોટો દાસ્તાન સર્કલ પાસે આવેલા એક મકાન ભાડે રાખી ચારેય મિત્રો મળી મકાનમાં લેપટોપ તથા કલર પ્રિંટરો મારફતે બનાવટી ચલણી નોટો બનાવે છે જે મળેલ માહીતી મુજબ સદર જગ્યાએ તપાસ કરતા જણાવેલ ભાડાના મકાનમાં રૂ.૫૦૦/- ના દરની રૂ. ૧૫,૦૦૦,૦૦/- બનાવટી ચલણી નોટોના ૩૦ બંડલ તથા રૂ.૨૦૦/- ના દરની રૂ.૯૮,૮૦૦/- બનાવટી ચલણી નોટોના ૦૫ બંડલો તથા ચલણી નોટોના શેપમાં કટીંગ કરેલ કોરા સફેદ કાગળો તથા એક લેપટોપ તથા બે કલર પ્રિંટરો તથા પેપર કટર તેમજ અન્ય ત્રણ આરોપીઓ (૧) પરાગ ઉર્ફે પકો નરેશભાઇ વાણીયા તથા (૨) જગદીશકુમાર પરષોત્તમભાઇ પટેલ (૩) બિગ્નેશકુમાર હસમુખભાઇ પટેલ મળી આવેલા જે પૈકી પરાગ ઉર્ફે પકો નરેશભાઇ વાણીયા ઉ.વ.૨૬ રહે.મ.ન.એ/૯ કિર્તીધામ સોસાયટી, મોટેરા સ્ટેડીયમની સામે, મોટેરા, અમદાવાદ શહેર જે અગાઉ સને ૨૦૨૧ માં અમદાવાદ શહેર એસ.ઓ.જી. ખાતે બનાવટી ચલણી નોટોના ગુનામાં પકડાયેલ છે. આમ ચારેય આરોપીઓ પાસેથી ૫૦૦/- તથા ૨૦૦/- ના દરની મળી કુલ્લે રૂ.૨૫,૯૮,૮૦૦/- તથા સદર ગુનામાં વપરાયેલ એક લેપટોપ તથા બે કલર પ્રિંટર તથા પેપર કટર તથા વાહન તથા મોબાઇલ ફોન વિગેરે મળી કુલ્લે કિ.રૂ.૧,૬૩,૫૨૦/- ની મતાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધેલ છે. જે ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ સદર ગુનામાં અન્ય કોઇ આરોપીઓ સંકળાયેલ છે કે કેમ ? તેની પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે. બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દામાલની વિગત :

(૧) ભારતીય ચલણની રૂ.૫૦૦/- ના દરની બનાવટી નોટોના કુલ્લે ૫૦ બંડલો જે એક બંડલમાં ૧૦૦ બનાવટી નોટો મળી કુલ્લે ૫૦ બંડલોમાં ૫૦૦૦ બનાવટી નોટો B.3.00/00

(૨) ભારતીય ચલણની રૂ.૨૦૦/- ના દરની બનાવટી નોટોના કુલ્લે ૦૫ બંડલો જેમાં ૦૪ બંડલોમાં ૧૦૦ બનાવટી નોટો તથા ૦૧ બંડલમાં ૯૪ બનાવટી નોટો મળી કુલ્લે ૦૫

બંડલોમાં ૪૯૪ બનાવટી નોટો કિ.રૂ.૦૦/૦૦

(૩) અંગઝડતીના રોકડા નાણા રૂ.૧૦૨૦/- (૪) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૦,૫૦૦ /-

(૫) લેપટોપ નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-

(૬) કલર પ્રિંટર નંગ- ૧-૦૨ કિ.રૂ.૬૦,૦૦૦/ – (૭) કાગળ કટીંગ કરવાનુ કટર નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦/-

(૮) ચલણી નોટોના શેપમાં કટ કરેલ કોરા કાગળો કિ.રૂ.૦૦/૦૦ (૯) ઇકો ફોર વ્હિલ ગાડી કિ.રૂ.૬૫,૦૦૦/-

મળી કુલ્લે કિ.રૂ.૧,૬૩,૫૨૦/-

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here