Home Trending Special અંબાલાલ પટેલની આગાહી …. 14 થી 16 જૂનના દિવસ અગત્યના …. લોકોએ...

અંબાલાલ પટેલની આગાહી …. 14 થી 16 જૂનના દિવસ અગત્યના …. લોકોએ પેનિક થવાની જરુર નથી….

365
0

બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડામાં સૌથી ઓછું નુકશાન થાય અને જાનમાલને નુકશાન ન થાય તે માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં જણાવ્યા મુજબ આગામી 14થી 16 જૂનના 3 દિવસ રાજ્ય માટે ખુબ જ અગત્યના છે અને માત્ર દરિયા કિનારાના વિસ્તારો જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. છેક રાજસ્થાનના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે. તેમજ પાકિસ્તાનમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.

 અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 14થી 16 જૂન દરમિયાન દરિયો વલોવાશે અને તેનો વ્યાપ ખુબ મોટો છે અને તેની ગંભીરતા ઓછી આંકવાની જરુર નથી.  પણ સાથે સાથે લોકોએ પેનિક થવાની જરુર નથી પણ સાવચેત રહેવું જરુરી છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને લોકોએ સરકારને સાથ આપીને આ ગંભીર આફત સામે લડવા સજ્જ થવું જોઇએ. યુવા વર્ગે આ કપરા સમયમાં આગળ આવવું જરુરી છે.વાવાઝોડાની ભયાનકતા છે પણ પેનિક થવું નહી તેમ તેમણે કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે 14થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરુરી છે. દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. સાયક્લોનની અસર 1 હજાર માઇલના વિસ્તારમાં થશે. ગુજરાત રાજસ્થાન અને  પાકિસ્તાનમાં અસર થશે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ અને ઉત્તર- ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here