Home અંબાજી અંબાજી- ૨૬ મી જાન્યુઆરી,૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અર્થે પોલીસ સ્ટેશન...

અંબાજી- ૨૬ મી જાન્યુઆરી,૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અર્થે પોલીસ સ્ટેશન માં કરાયું ધ્વજ વંદન…..

116
0

અંબાજી : 26 જાન્યુઆરી


દેશ ના રાષ્ટ્રીય તહેવાર ૨૬ મી જાન્યુઆરી ના આજ રોજ દેશ ભર માં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરાઇ રહી છે .ત્યારે સમગ્ર દેશ માં રાષ્ટ્ર પ્રેમ ની ભાવના લોકોમાં જોવા મળી રહી છે .

ત્યારે ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની સ્કૂલ, કોલેજ, પંચાયત સચિવાલય, પોલીસ સ્ટેશન તેમજ જાહેર હિત ની સરકારી કચેરીઓ માં આજ રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા સલામી આપી પી.આઇ.ધવલ પટેલ દ્વારા ધ્વજ વંદન કરાયો હતો. તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના બાળકો દ્વારા પોલીસ સ્ટાફ ક્વાટર ના મેદાન માં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર દેશ ભર માં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની હર્ષભેર ઉજવણી કરાઇ રહી છે .

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here