અંબાજી : 15 જાન્યુઆરી
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. અંબાજી ખાતે માન સરોવર પાસે ભોલાગીરી મહારાજની ધૂણી પણ આવેલી છે. આ ધૂણી પર સંતો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે 2022 મકરસંક્રાતિ થી પ્રથમ વખત શાહી સવારી અને શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંતો મોટી સંખ્યામાં એકઠાં થઈ અંબાજીના બજારોમાં ભકિત ગીત સાથે કોટેશ્વર ખાતે પગપાળા જતા હોય છે અને ત્યાં જઇને શાહી સ્નાન કરતાં હોય છે ત્યારે ફરીથી આ બીજા વર્ષે સંતો 15 જાન્યુઆરી નાં દીવસે માન સરોવર ખાતે ભોલાગીરી મહારાજની ધૂણી પર મોટી સંખ્યામાં સંતો એકઠા થયા હતા અને માન સરોવર થી ગુજરાત અને ગુજરાત બહારનાં સંતો ભજનો ગાતા ગાતા અને નાચગાન સાથે અંબજીના બજારમાં શાહી સવારી રૂપે નીકળ્યા ત્યારે જગ્યા જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ મોટી સંખ્યામાં આવેલાં મહારાજને જોવા અંબાજીના બજારોમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતા અને ભક્તિમય માહોલ જામ્યો હતો. ભપમ ભમ, ભપમ ભમ, બમ લહેરી ના ભજનો પર મહારાજ ભકિત કરતા જોવા મળ્યા હતા.
અંબાજી ખાતે પવિત્ર સંતોના આગમન થી આ ધામ ભક્તિમય બન્યું હતું. સંતોનાં આશિર્વાદ લેવા ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતા. સંતોની શાહી યાત્રા અંબાજીના નગરમાં ઘુમી ત્યારે લોકો જાણે હરિદ્વારમાં આવી ગયા હોય તેઓ માહોલ જોવા મળ્યો હતો.શક્તિપીઠ અંબાજીમાં સંતો શાહી સ્નાન કરવા આજે આવ્યા હતા.ઉતરાયણ પર્વના દિવસે શાહી સ્નાનનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે આજે સંતો એકઠા થયા હતા.શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા શાહી સ્નાનું આયોજન કરાયું છે.અંબાજી માન સરોવર ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થયા હતા અને અને સવારે ભવ્ય શાહી સવારી સંતોની નીકળી હતી.અંબાજી માન સરોવર ભોલાગીરી મહારાજની ધૂણીથી સંતો કોટેશ્વર તરફ પ્રસ્થાન કર્યું હતું.અંબાજી થી સાત કિલોમીટર દૂર કોટેશ્વર ખાતે સંતો શાહી સ્નાન કરશે અને આ ધામ પવિત્ર બનશે.સતત બીજા વર્ષે સંતો સરસ્વતી ધામ કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડમાં ડૂબકી લગાડી હતી.અંબાજી નજીક કોટેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલું છે.કોટેશ્વર ખાતે સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન છે.યાત્રાધામ અંબાજીમાં આજે સાધુ સંતો આવતા પવિત્રધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.