Home અંબાજી અંબાજી ખાતે અંડરગ્રાઉન્ડ ગટર અને પાણીની પાઇપ લાઇન નંખાયા બાદ જે...

અંબાજી ખાતે અંડરગ્રાઉન્ડ ગટર અને પાણીની પાઇપ લાઇન નંખાયા બાદ જે – તે વિસ્તાર ના રસ્તાઓ ની બિસ્માર હાલત અને અંબાજી માં ઠેર ઠેર ગંદકી ના ઢે ર જોવા મલે છે ..

141
0

અંબાજી : 2 ઓગસ્ટ


પાઇપ લાઈન માટે ખોદવામાં આવેલ રસ્તાઓ તોડ્યા બાદ સમારકામ ના નામે ફક્ત માટી પુરાણ, જેનું વરસાદ માં ધોવાણ થતાં ગંદકી નો ફેલાવો અને અકસ્માત ની ભીતિ ….

ટુંક સમય માં ભાદરવી પૂનમ નો મેળો યોજાનાર છે ત્યારે વહેલી તકે યોગ્ય સમારકામ જરૂરી બન્યું છે…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંડર ગ્રાઉન્ડ પાણી અને ગટર ની પાઇપ લાઈન નાખવાની ની કામગીરી વિવિધ વિસ્તારો માં ચાલી રહી છે જેના માટે જે તે વિસ્તાર ના પાકા આર.સી.સી.રોડ ને તોડી ને જમીન ની અંદર પાઇપ લાઈન નાખવામાં આવેલ છે જે કામ પત્યા બાદ ખોદ કામ કરેલ જગ્યાએ અંદર થી નીકળેલ માટી અને પત્થર નું પુરાણ કરી ને સંતોષ માની લેવાયો છે .જે પાછલા દિવસો માં પડેલ ભારે વરસાદ માં ધોવાઈ જતા જે તે પાઇપ લાઈન નાખેલ જગ્યાઓ ખુલ્લી થતા મસ – મોટા ખાડા પડી ગયેલ છે તેમજ પાણી નો ભરાવો અને કાદવ ના લીધે ભારે ગંદકી ઊભી થઈ રહી છે તો ખાડા ના લીધે અકસ્માત થવાનો ભય પણ ઊભો થયો છે.

ત્યારે આ માટે ગ્રામ પંચાયત દ્વારા તૂટેલ રસ્તાઓ સરખા રિપેર કરવાની જવાબદારી ના લેતા જે તે વિસ્તાર ના સ્થાનિક રહીશો તેમજ તે વિસ્તાર માંથી પસાર થતા લોકો ને પારાવાર હેરાનગતી ભોગવવી પડી રહી છે .

ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ની ગ્રામ પંચાયત ગુજરાત ની મોટી ગ્રામ પંચાયતો માની એક છે ત્યારે ગ્રામ પંચાયત હસ્તક ચાલતા વહીવટ માં બેસતા વહીવટદાર દ્વારા ,ઊભી થયેલ સમારકામ ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી ને તાત્કાલિક ધોરણે પડેલ ખડાઓનું પુરાણ કામ કરી રસ્તા નું સમારકામ કરાવવું જોઈએ અથવા નવા પાકા આર.સી.સી રોડ બનાવવા જોઈએ જેથી જે – તે વિસ્તાર માં સફાઈ સારી રીતે થઈ શકે,અને પાણી નો ભરાવો ના થાય પરંતુ ગ્રામ — સચિવાલય માં નિમાયેલા વહીવટદાર શ્રી પોતાની જવાબદારી પ્રત્યે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે સુવિધા ના નામે ઊભી કરાયેલ ગામ ની આવી બિસ્માર હાલત ને સુધારવાની જવાબદારી કોની? ગ્રામ પંચાયત દ્વારા સરકાર માંથી ગ્રાન્ટ લાવી ને તૂટેલ રસ્તાઓ નું સમરકામ કરી અથવા નવા રસ્તા નું નિર્માણ કરી શકાય તેમ છે .

પરંતુ પંચાયત ની આંખ આડા કાન કરવાની નીતિ ને લીધે આજ સુધી ગામ ના ઘણા એવા પ્રશ્નો નો નિવેડો આવી શકયો નથી. બનાસકાંઠામાં એક તરફ જ્યારે કોરોના બાદ લંપી વાઇરસ ને લીધે પશુઓ ના મોત થઈ રહ્યા છે તો મંકી પોક્સ નામની બીમારી નો પણ ભય છે ત્યારે આગમી સમય માં આવનારી ભાદરવી પુનમ ના મહા મેળા પેહલા નવા રસ્તાઓ નું નિર્માણ ઝડપ. થી થાય અને ગામ લોકો ને હેરાન ના થવું પડે તેમજ વધુ માં સફાઈ બાબતે અધિકારીશ્રી અને બનાસકાંઠા ડીડીઓ સાહેબ જાતે આ બાબતે વધુ ધ્યાન આપી નવી કોઈ બમારી ઊભી ના થાય તે માટે યોગ્ય ઘટતું કરી વહેલી તકે આ સમસ્યાઓ નો નિકાલ કરે તે જરૂરી બન્યું છે.

યાત્રાધામ ના વિકાસ માટે કરાતા કાર્યો ને લીધે ગામ લોકો ની રોજિંદા જિંદગી માં હેરાની – પરેશાની ના થાય તે પણ જરૂરી છે અને અંબાજી માં જે આ ગંદકી કો નો પ્રશ્નન છે એનો કાયમી નીકાલ આવે અને અંબાજી ઞામપંચાયત તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરે એવી સ્થાનિક ગ્રામજનો ની માંગછે..

શલૈષ ભાઇ પટેલ) સ્થાનિક આગેવાન અંબાજી

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here