Home આણંદ હવે લારીની આડમાં વેચાય છે ચરસ- ગાંજો …. આણંદમાં પોલીસે બે લોકોને...

હવે લારીની આડમાં વેચાય છે ચરસ- ગાંજો …. આણંદમાં પોલીસે બે લોકોને ઝડપી લીધા …..

130
0

ગાંધીનગર નાર્કોટીક્સ સેલ CID ક્રાઈમ ટીમ દ્વારા આણંદમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આણંદ શહેરમાં રેલવે સ્ટેશન નજીક પોલસન ડેરી રોડ પરથી ચરસ, ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ રૂપિયા 11 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેને પગલે પોલીસે આ મામલે 4 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એ શિક્ષણનગર તરીકે પ્રખ્યાત છે. ત્યારે આ શિક્ષણનગરીમાં ચરસ – ગાંજો મળવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ સ્થિત મટન માર્કેટ પાસે કેટલાક ઇસમો દ્વારા જાહેરમાં લારીની આડમાં માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાની માહિતી મળતાં ગાંધીનગર નાર્કોટીક્સ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આણંદ ક્રાઈમ બ્રાન્ચ અને SOG  પોલીસ ઊંઘતી રહી અને નાર્કોટીક્સ સેલની ટીમે મોડી સાંજે આણંદ પોલસન ડેરી રોડ વિસ્તારમાં રેડ કરી બે શખ્સોને 98 ગ્રામ ગાંજો અને 16 ગ્રામ ચરસ મળી રૂપિયા 2465ના માદક પદાર્થ ઉપરાંત રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં અન્ય બે શખ્સોનું નામ સામે આવતા કુલ 4 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here