Home પાટણ હળવદ પંથકની સગીરા સાથે બદકામ કરવાના ઇરાદે ભગાડી જનાર આરોપી અને સગીરાને...

હળવદ પંથકની સગીરા સાથે બદકામ કરવાના ઇરાદે ભગાડી જનાર આરોપી અને સગીરાને હળવદ પોલીસે ધ્રાગધ્રા પંથકમાથી શોધી કાઢ્યા હતા.

147
0
હળવદ : 13 ફેબ્રુઆરી

હળવદમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી અને સગીરાને ધ્રાગધ્રાના ગાજણવાવથી શોધી કાઢતી પોલીસ

હળવદ પંથકની સગીરાને લલચાવી ફોસલાવી કુકર્મ કરવાના ઇરાદે ખારીવાડી વિસ્તારમાં રહેતો આરોપીએ ભગાડી ગયો હતો. આ અંગે હળવદ પોલીસ સ્ટેશન ઍ.પાર્ટ ગુ.ર.નં ૬૯૪/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ , તથા પોકસો કલમ ૧૮ મુજબ તા. ૨૭/૧૦/૨૦૨૧ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ આરોપી અને સગીરાને સત્વરે શોધી કાઢવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈને હળવદ પોલીસે બાતમીદારો તથા ટેકનીકલ ટીમના સહકારથી આરોપી ગોપાલ સુમનભાઇ ઇન્દરીયા (ઉ.વ .૨૩ રહે હળવદ ખારીવાડી તા – હળવદ) અને ભોગબનનાર સગીરાને ધ્રાગધ્રા તાલુકાના ગાજણવાવ ગામની સીમમાથી પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ :  બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here