Home ક્ચ્છ હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત, પેટ્રોલિંગ દરમિયાન મળી,કોઈ શંકાસ્પદ વસ્તુઓ...

હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત, પેટ્રોલિંગ દરમિયાન મળી,કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળી

148
0

કચ્છ: 25 મે


હરમીનાળા વિસ્તારમાં ફરી એક વખત પાકિસ્તાની બોટ મળી આવી છે એજન્સીઓએ તપાસ શરૂ કરી છે

25 મે 2022 ના સવારે 07:30 વાગ્યે, હરામીનાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1164 પાસે BSF ભુજ પેટ્રોલિંગ કરતી વખતે બોર્ડર પિલર 1165 તરફ 1 પાકિસ્તાની ફિશિંગ બોટ જોવા મળી હતી.

પગપાળા દલદલ અને નદીઓ ઓળંગીને, BSF પેટ્રોલિંગ પાર્ટી તરત જ સ્થળ પર પહોંચી અને સરહદ થાંભલા 1165 ની અંદર લગભગ 100 મીટર અંદર ભારતીય સરહદમાં 1 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી. આ પાકિસ્તાની બોટ સંભવતઃ ઊંચા દરિયાઈ મોજા અને ભારે પવનને કારણે ધોવાઈ ગઈ હતી અને ભારતીય સરહદમાં પ્રવેશી હતી.

જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો સિવાય કઇ જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ બોટમાં સવાર ઇસમોની વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here