Home ટૉપ ન્યૂઝ હરખના તેડામાં ટોપરાપાક ખાધોને દવાખાનાના તેડા આવ્યા ! હળવદમાં 70ને ફૂડપોઇઝનિંગ

હરખના તેડામાં ટોપરાપાક ખાધોને દવાખાનાના તેડા આવ્યા ! હળવદમાં 70ને ફૂડપોઇઝનિંગ

218
0
હળવદ : 12 ફેબ્રુઆરી

હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી હતી. ફૂડ પોઇઝનિંગને કારણે હળવદના સ્થાનિક અને રાતભેર ગામથી આવેલા 70 જેટલા મહેમાનોને ઝાડા – ઉલટી શરૂ થઈ જતા મહેમાનોને સરકારી અને ખાનગી દવાખાના ના તેડા આવી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણભાઈ રાતડીયાના ઘેર આજે શુભ પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવમાં આવ્યો હતો જેમાં રાતભેર ગામેથી મોટી સંખ્યામાં મહેમાનો હરખના તેડામાં આવ્યા હતા.

બીજી તરફ બપોરના સમયે મનભાવતા ભોજનીયા સાથે મીઠાઈમાં ટોપરપાક રાખવામાં આવ્યો હતો અને શુભ પ્રસંગે સૌ કોઈએ આનંદથી ભરપેટ ભોજન કર્યું હતું. પરંતુ ભોજન બાદ મહેમાનોને અજુગતા અનુભવો સાથે હડિયાહળી થઈ જતા સાંજ સુધીમાં 70 જેટલા મહેમાનોને દવાખાનાના તેડા આવી ગયા હતા.

બીજી તરફ રાતભેર ગામેથી આવેલા મહેમાનોને પણ પેટમાં ગુડગુડિયા શરૂ થતાં માથક સહિતના આજુબાજુના ગામમાં ઉપરાંત હળવદ સુધી દવાખાને દોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શુભ પ્રસંગે જમણવારમાં હળવદના મીઠાઇના વેપારીને ત્યાંથી ટોપરાપાક ખરીદ કરવામાં આવ્યો હોય ફૂડ પોઇઝનિંગને કારણે આ વેપારીને પણ હાલમાં પરસેવા છૂટી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અહેવાલ :  બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here