Home ક્રાઈમ સોજીત્રા બેંક ઓફ ઇન્ડિયા શાખામાં દિન દહાડે ચિલઝડપ ,12 વર્ષનો ટેબરીયો 2.80...

સોજીત્રા બેંક ઓફ ઇન્ડિયા શાખામાં દિન દહાડે ચિલઝડપ ,12 વર્ષનો ટેબરીયો 2.80 લાખ લઈ છુમંતર થયો

172
0

સોજીત્રા: 6 જાન્યુઆરી

સોજીત્રા માં દિનદહાડે ચિલ ઝડપ ની ઘટનાએ ચકચાર મચાવી છે.બેન્ક ઓફ ઇન્ડિયાની સોજીત્રા શાખામાં પૈસા ભરવા આવેલ ગ્રાહક ની મોટી રકમની એક ટેબરીયાએ ચિલઝડપ કરી ભાગી ગયો હતો.ગ્રાહકને જાણ થતાં જ બેંકમાં હડકંપ મચી ગઇ હતી.પોલીસને જાણ કરી સીસીટીવી કેમેરા જોતા આખી ઘટના ખુલ્લી થઈ હતી.પોલીસે તવરીતના ધોરણે કામ કરતા ચોર ટેબરીયો ગામ બહાર ભાગી જાય તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો. જોકે આ ચિલઝડપનો ભોગ બનેલા ગ્રાહકને પૈસા પરત મળી જતા તેણે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસ અસમંજસમાં મુકાઈ છે.

સોજીત્રા બેન્ક ઓફ ઇન્ડિયા માંગરોલ ના ગ્રાહક પૈસા ભરવા આવ્યા હતા.જ્યાં બેંક ની અંદર જ ફરતો 12 વર્ષના ટાબરીયાની નજર આ ગ્રાહકની રકમ ઉપર ગઈ હતી.ગ્રાહક ના થેલા માં થી 2.80 લાખ ની ચિલઝડપ કરી પોતાના કોથળીમાં પૈસા ભરી ટાબરીયો ફરાર થઈ ગયો હતો.જોકે ગ્રાહકને જાણ થતાં જ બેંકમાં હોબાળો મચ્યો હતો.જ્યાં પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તવરીતના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.બેંક ના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.જેમાં સમગ્ર ઘટના નજરે જોવાઇ અને ટેબરીયાની ઓળખ થઈ હતી.પોલીસે પોતાના માણસો દ્વારા ગામમાં ચેક કરાવતા ટેબરીયો રિક્ષા બેસી ગામ બહાર જાય તે પહેલાં જ પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો.તેની પાસેથી પોલીસે ચિલઝડપની રકમની રિકવરી કરી ગ્રાહકને પરત સોંપી હતી.

સોજીત્રા પોલીસે ઘટના બાદ ગણતરી ના કલાક માં ટાબરીયા ને ઝડપી લીધો પરંતુ આ અંગે ચિલઝડપ નો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરવા ના કહેતા પોલીસ હાલ મુંઝવણ માં જણાઈ રહી છે.ચોર બાળકને છોડી દેવો એ પણ જોખમી છે.જો ભોગ બનનાર જ ફરિયાદ કરવા તૈયાર ન થાય તો આ ગુનો કેવી રીતે નોંધવો તે ઉચ્ચઅધિકારીનું માર્ગદર્શન લેવાઈ રહયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here