Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ના નાનકડા ગામ દુદાપુર ના શોર્ટ સ્ટોરી રાઇટરે જીત્યા અનેક એવોર્ડ,...

સુરેન્દ્રનગર ના નાનકડા ગામ દુદાપુર ના શોર્ટ સ્ટોરી રાઇટરે જીત્યા અનેક એવોર્ડ, 2500 થી વધુ શોર્ટ સ્ટોરી લખી રેકોર્ડ સર્જ્યો ..

131
0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી

તાજેતરમા વડોદરા ખાતે યોજાયેલ ગુજરાત સીને મીડિયા એવોર્ડ મા ધણાબધા ગુજરાતી કલા જગતના કસબીઓ ને સન્માનિત કરવા મા આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા ના નાનકડા એવા દુદાપુર ગામના કિશોર ભાઈ ઠક્કર (દક્ષ)ને પણ બેસ્ટ રાઈટર્સ નો એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા,કિશોર ભાઈ ઠકકરે નાનકડા ગામડા માં પોતાની સામાન્ય દુકાન ચલાવવા ની સાથે ખુબજ ટુંકા ગાળામાં. , એટલેકે ફકત ત્રણ જ વર્ષ મા 2500 થી વધુ શોર્ટ ફિલ્મ લખી ને પુરા દેશ મા આટલી બધી શોર્ટ ફિલ્મ લખનાર રાઈટર કિશોરભાઈ ઈન્ડિયા મા પહેલા રાઈટર્સ બની ચુકવા નો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને 3000 નો આંક આંબી જતા વર્લ્ડ રેકોર્ડ પણ બનશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આવા મહત્વના ચાર જેટલા એવોર્ડ કિશોરભાઈ દ્વારા જતા કરાયા છે આ બાબતે પૂછતાં કિશોરભાઈએ જણાવ્યું હતું કે આ જતા કરેલા મહત્વના ચાર એવોર્ડ મળવા ના સમયે કાર્યક્રમમાં તેઓ ગયા ન હતા જેનું કારણ માત્ર કોરોનાની મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈન નું પાલન કરવું તેમજ પોતાની સુરક્ષા બંને હોવાનું જણાવ્યું હતું.

અત્યાર સુધીમા તે અનેક એવોર્ડ વિજેતા બની ચુકયા છે અને સાથે આ ઉપલબ્ધિ બાદ પણ સામાન્ય દુકાનદાર નું જીવન જીવતા તેઓ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા. ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એવો ભારત ભુષણ માટે પણ નોમીનેટ થઈ ચુકયા છે આ બન્ને વિશિષ્ટ એવોર્ડ ની પ્રક્રિયા પણ હાલ ચાલુ હોય ટુક સમયમાં એમના હસ્તગત થઈ જશે અને કિશોરભાઈ ઠકકરે રાઈટર્સ ક્ષેત્રે આ ઉપલબ્ધિ ઓ હાસિલ કરીને દુદાપુર,ધ્રાંગધ્રા તેમજ સમગ્ર ઝાલાવાડ નુ નામ રોશન કર્યું છે અને હાલ વિવિધ 45થી વધુ ફિલ્મ કમ્પની અને ચેનલ સાથે રાઇટર અને અમૂકમાં ડિરેકટર તરીકે પણ કાર્યરત છે અને સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામ દુદાપુર ના શોર્ટ સ્ટોરી રાઇટરે અનેક એવોર્ડ જીતી 2500 થી વધુ શોર્ટ સ્ટોરી લખી રેકોર્ડ સર્જી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા ભારત ભુષણ માટે પણ નોમીનેટ થવા બદલ શુભકામનાઓ અને અભિનંદન નો સોસીયલ મીડિયા પર ચોમેર થી વરસાદ થઈ રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here