સુરેન્દ્રનગર: 10 જાન્યુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા રોડ ઉપર વી પટેલ આંગડિયા પેઢી ના માલિક ને ચાર શખ્સો દ્વારા બંદુકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે 79 લાખ રૂપિયાની લૂંટ બાઈક ઉપર અને ચાર લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ મામલે રાત્રી દરમ્યાન આ બનાવ બન્યો હોવાના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ બનાવના મામલે કામે લાગી હતી ત્યારે સતત દસ દિવસ સુધી આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને સફળતા મળી છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ સ્થાનિક પોલીસ અને અલગ-અલગ પોલીસની ટીમો દ્વારા આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને રૂપિયા 44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથો સાથ એક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યો છે અને બે મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઝડપાયેલો એક આરોપી લખુભાઇ આપા ભાઇ ખાચર 302 નો આરોપી છે અને તેને જન્મટીપની સજા પડી છે અને તે પેરોલ જમ્પ છે તેના દ્વારા કાવતરું રચવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે અને તેની સાથે રહેલ અન્ય ત્રણ ઈસમોને પણ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય ઝડપાયેલા શખ્સો માં ચાપરાજ ભાઈ ખવડ આંબાભાઇ ડાભી લાલદાસ મેસવાણીયા ની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામના રિમાઇન્ડ પણ કોર્ટમાં માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.