સુરેન્દ્રનગર : 19 ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વાતાવરણમાં એક તરફી પલટો આવ્યો છે ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે ઠંડીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે અને મિશ્ર વાતાવરણનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મરછીઓ ત્રાસ વધ્યો છે ઉડતી મચ્છી વાહન ચાલકોના આંખોમાં જઈ રહી છે અને નુકસાન પહોંચાડી રહી છે ખાસ કરીને જાહેર રોડ રસ્તા ઉપર વહેલી સવારે અને મોડી સાંજે આવી માછીઓ ભારે હેરાનગતિ સર્જી રહી છે.
ત્યારે આ મામલે અવાર-નવાર રજૂઆતો બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ઉપરાંત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વહેલી સવારથી ફોગીગ કામગીરી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા શહેરી વિસ્તારોમાં દવાનો છટકાવ હાથ ધરી અને આ માછી નો ઉપદ્રવ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના શહેરના જોરવરનગર રતનપર વઢવાણ સહિતના ગામોમાં તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર એક્શનમાં આવી અને ફોગીગ કામગીરી હાથ ધરી છે.
અને શહેરી વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે લોકોની આંખોમાં મચ્છી ના જાય તેવા પ્રયાસો પાલિકા તંત્ર દ્વારા હાથ ધર્યા છે ડીડીટી શહીતની દવા નો છટકાવ પણ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આવી માછી નો ઉપદ્રવ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.